NSUIના પ્રમુખનું નિવેદન:NSUIનું શિક્ષા બચાવ, દેશ બચાવ અભિયાન, ગુજરાતભરમાં કરશે વિરોધ પ્રદર્શન

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
NSUIના પ્રમુખ મહિપાલ ગઢવી - Divya Bhaskar
NSUIના પ્રમુખ મહિપાલ ગઢવી

NSUI દ્વારા ગુરૂવારે શિક્ષણના અનેક મુદ્દાઓને લઈને શિક્ષા બચાવ, દેશ બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન પહેલા ટ્વિટર વોર શરૂ કરવામાં આવ્યું હતું જે બાદ હવે આગામી દિવસમાં સરકાર અને શિક્ષણ વિભાગ સામે માંગણીઓ મૂકીને NSUI દ્વારા ગુજરાતમાં વિરોધ કરવામાં આવશે. આ ઉપરાંત NSUIએ નવી શિક્ષણ નીતિ અંગે શંકા પણ વ્યક્ત કરી છે.

નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓનું નેતૃત્વ ખતમ થશે
NSUIના પ્રમુખ મહિપાલ ગઢવીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં જ નવી શિક્ષણ નીતિ શરૂ કરવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિ માટે આ જ સમયગાળો પસંદ કરતા અનેક શંકાઓ છે. નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓનું નેતૃત્વ ખતમ થશે. કેન્દ્ર સરકાર શિક્ષણ નીતિ માટે કોઇની સાથે ચર્ચા કરી નથી. આજે દેશ અને રાજ્યમાં શિક્ષણ બચાવવું જરૂરી છે.

સરકારી ભરતી ઝડપથી કરો
આ ઉપરાંત સરકારી ભરતી અને પરિણામ જલ્દી થાય, સરકારી પરીક્ષામાં વય મર્યાદા 2 વર્ષ સુધી વધારવામાં આવે. પરીક્ષા આપવાના પ્રયત્નો પણ કરવા દેવામાં આવે સહિતની અનેક માંગણીઓને લઈને સરકારને રજૂઆત પણ કરવામાં આવશે. શિક્ષા બચાવ, દેશ બચાવો અભિયાન અંતર્ગત અનેક રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...