ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડીકેટ સભ્યોની બેઠક ચાલી રહી હતી. ત્યારે ચાલુ બેઠકમાં NSUIના આગેવાનોએ પહોંચીને હોબાળો કર્યો હતો. બેઠક દરમિયાન NSUIના આગેવાનો પોતાની રજૂઆત લઈને ગયા હતા જે રજૂઆત સીન્ડીકેટ બેઠકમાં હોબાળો કરીને NSUIએ રજુ કરી હતી.
NSUIના વેલ્ફેર મેમ્બર સંજય સોલંકી, NSUIના પ્રમુખ નારાયણ ભરવાડ અને રાજદીપસિંહ પરમાર ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી સિન્ડીકેટ બેઠકમાં ઘુસી ગયા હતા અને ત્યાં પહોંચીને હોબાળો કર્યો હતો. NSUIના આગેવાનો પોતાની રજૂઆત લઈને ગયા જે સિન્ડીકેટ બેઠકમાં જ રજૂ કરી હતી. ચાલુ સિન્ડીકેટ બેઠકમાં વિરોધ સાથે ગ્રાન્ટેડ કોલેજમાં સીટ વધારવા માંગણી કરી હતી. ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં સીટ ખુબ ઓછી છે જેથી ધોરણ 12માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરીને આવેલા વિદ્યાર્થીઓએ આર્ટ્સમાં ગુજરાતી માધ્યમમાં એડમિશન લેવું પડ્યું. જેથી અંગ્રેજી માધ્યમમાં સીટ વધારવા માંગણી કરી હતી.
આ ઉપરાંત NSUI દ્વારા હોસ્ટેલ મામલે પણ રજૂઆત કરવામાં આવી હતી. હોસ્ટેલ રીનોવેશનના કારણે તોડી હોવાથી વિદ્યાર્થીઓને ગેસ્ટ હાઉસમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. તમામ માંગણી ના સ્વીકારવામાં આવે તો અગામી દિવસમાં ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.