તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફી ઘટાડવા માંગ:શૈક્ષણિક વર્ષ 2021-22ની સ્કૂલ ફીમાં 25 ટકા ઘટાડો કરવા NSUIનો શિક્ષણમંત્રીને પત્ર, ફી નહીં ઘટાડે તો આંદોલનની ચીમકી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કોરોના મહામારીની શિક્ષણ પર પણ ગંભીર અસર પડી છે. જેને પગલે એક વર્ષ કરતા વધુ સમયથી ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. જો કે ખાનગી સ્કૂલોમાં રાબેતા મુજબ ફી લેવામાં આવી રહી છે ત્યારે વર્ષ 2021-22 દરમિયાન સ્કૂલો ફીમાં 25 ટકા ઘટાડો કરવા માટે NSUI દ્વારા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે અને જો ફી ઘટાડવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

3 મહિનાથી ધંધા-રોજગાર બંધ જેવી હાલતમાં
NSUIના ગુજરાતના ઉપપ્રમુખ તોષિત મકવાણાએ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે, જેમાં શૈક્ષણિક વર્ષ 2021-22ની ફીમાં 25 ટકા ઘટાડો કરવા માંગણી કરવામાં આવી છે.પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર દેશની અંદર કોરોના ભયાનક રીતે ફેલાઈ રહ્યો છે. લોકો રોગોથી બચવા અનેક પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્યના 70 ટકા નાગરિકોના છેલ્લા 3 મહિનાથી ધંધા-રોજગાર બંધ જેવી હાલતમાં હોવાથી આવક બંધ થઇ ગઈ છે. જેને પગલે રોજીંદી જરુરીયાતો પૂરી કરવામાં પણ લોકોને તકલીફ પડી રહી છે ત્યારે સ્કૂલ ફી ભરવા વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે.

NSUIએ શિક્ષણમંત્રીને લખેલો પત્ર
NSUIએ શિક્ષણમંત્રીને લખેલો પત્ર

ધંધા-રોજગાર સ્થિર થવામાં ઘણો સમય લાગશે
આ પત્ર મુજબ, હજુ લોકોના ધંધા-રોજગાર સ્થિર થવામાં ઘણો સમય લાગી જશે. ત્યારે આવી સ્થિતિમાં ગત વર્ષની જેમ સ્કૂલોની ફીમાં 25 ટકા ઘટાડો કરવામાં આવે અને વાલીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. વહેલી તકે વાલીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહિં આવે તો સમગ્ર રાજ્યમાં NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...