વિદ્યાર્થી સંગઠનની માગ:RTEમાં રદ થયેલાં એડમિશનની જગ્યા RTE હેઠળ બાકી રહેલા વિદ્યાર્થીઓને આપવા NSUIની માગ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

RTE હેઠળ એડમિશન ફાળવવામાં આવ્યા બાદ કેટલાક એડમિશન કેન્સલ કરવામાં આવ્યા છે, તો કેટલાક ખોટા ડોક્યુમેન્ટના આધારે થયા હોવાને કારણે રદ કરવામાં આવશે. જેથી આ ખાલી પડેલી RTEની બેઠક પર RTE હેઠળ અરજી કરેલાં વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવા વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)એ માંગણી કરી છે.

DEO કચેરીએ ઉગ્ર વિરોધ કર્યો
NSUIના કાર્યકરો દ્વારા વસ્ત્રાપુર DEO કચેરી ખાતે જઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. DEO કચેરીએ NSUI દ્વારા આવેદન પત્ર આપીને જણાવવામાં આવ્યું હતું કે, RTEના એડમિશન રદ કરવા સ્કૂલો પ્રયત્ન કરી રહી છે અને તે ખાલી બેઠકમાં ડોનેશન લઈને અન્ય વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. જેથી RTEની ખાલી પડેલી બેઠક પર RTEના વેઈટિંગ લિસ્ટના વિદ્યાર્થીઓને જ આપવામાં આવે.

સ્કૂલો RTE નામે લાખો રૂપિયા લાખો રૂપિયા કમાટી હોવાનો આક્ષેપ
યુથ કોંગ્રેસના નેતા ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, દર વર્ષે અનેક સ્કૂલો RTEની પ્રક્રિયા પૂરી થયા બાદ વાલીઓના ડોક્યુમેન્ટ તપાસી તેમને ખોટા સાબિત કરીને એડમિશન રદ કરાવે છે અને તે જગ્યા પર પૈસાથી અન્ય વિદ્યાર્થીઓને એડમિશન આપીને લાખો રૂપિયા કમાય છે.

અન્ય સમાચારો પણ છે...