તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસનું અભિયાન:NSUI ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવા દેશભરમાં ટ્વિટર પર #CancelExamsSaveLivesનું કેમ્પેઈન ચલાવશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઑફલાઈન પરીક્ષા રદ કરીને અન્ય વિકલ્પ આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
  • NSUI દ્વારા સમગ્ર દેશમાં ઓનલાઇન કેમ્પેઈન કરીને પરીક્ષાનો વિરોધ કરવામાં આવશે.

કોરોનાને કારણે ગુજરાત બોર્ડ અને CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે. પરંતુ ધોરણ 12ની પરીક્ષા લેવા ગુજરાત બોર્ડ અને CBSE બોર્ડ મક્કમ છે. ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરી દેવાઈ છે. પરંતુ CBSE બોર્ડ દ્વારા ટુંક જ સમયમાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. ત્યારે મહામારી વચ્ચે પરીક્ષા ના યોજાય તે માટે NSUI દ્વારા સમગ્ર દેશમાં ઓનલાઇન કેમ્પેઈન કરીને પરીક્ષાનો વિરોધ કરવામાં આવશે.

આજે બપોરે 2:30 વાગ્યાથી NSUI દ્વારા સમગ્ર દેશ ખાતે ટ્વીટર પર કેમ્પેઈન શરૂ થશે
આજે બપોરે 2:30 વાગ્યાથી NSUI દ્વારા સમગ્ર દેશ ખાતે ટ્વીટર પર કેમ્પેઈન શરૂ થશે

પરીક્ષાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું જોખમ
આજે બપોરે 2:30 વાગ્યાથી NSUI દ્વારા સમગ્ર દેશ ખાતે ટ્વીટર પર કેમ્પેઈન શરૂ કરવામાં આવશે.#CancelExamsSaveLives નામના કેમ્પેઈન દ્વારા ટ્વિટરમાં ટ્રેન્ડ કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવશે. NSUI ના પ્રમુખ નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે અત્યારે કોરોના મહામારી વચ્ચે સરકારે પરીક્ષાની તારીખ જાહેર કરી છે પરંતુ વિદ્યાર્થીઓ આવી પરિસ્થિતિમાં પરીક્ષા કેન્દ્ર પર આવીને પરીક્ષા આપે તે યોગ્ય નથી. એક તરફ સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા મીની લોકડાઉન તથા અનેક પાબંધીઓ મૂકવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓને શા માટે પરીક્ષા કેન્દ્ર પર બોલાવીને પરીક્ષા લેવામાં આવશે.

NSUI દ્વારા સમગ્ર દેશમાં ઓનલાઇન કેમ્પેઈન કરીને પરીક્ષાનો વિરોધ કરવામાં આવશે
NSUI દ્વારા સમગ્ર દેશમાં ઓનલાઇન કેમ્પેઈન કરીને પરીક્ષાનો વિરોધ કરવામાં આવશે

દેશભરમાં ટ્વીટર પર કેમ્પેઈન ચલાવવામાં આવશે
વિદ્યાર્થીઓના હિત માટે ગુજરાત બોર્ડ અને CBSE બોર્ડ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ઑફલાઈન પરીક્ષાની જગ્યાએ અન્ય વિકલ્પ આપવામાં આવે. NSUI પાસે અનેક વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે. જેના પગલે આજે દેશભરમાં ટ્વીટર પર કેમ્પેઈન ચલાવવામાં આવશે. અમદાવાદના વિદ્યાર્થીએ પણ જણાવ્યું હતું કે તે NSUI ના આ કેમ્પેઈનમાં સમર્થન આપશે. અત્યારે કોરોના વચ્ચે અમે કેવી રીતે પરીક્ષા કેન્દ્ર પર જઈને ઓફલાઈન પરીક્ષા આપીએ.સરકાર દ્વારા ઓનલાઇન પરીક્ષા કે અન્ય વિકલ્પ આપવો જોઈએ. એક સાથે બધા વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાય તો કોરોના થવાનું જોખમ છે.

NSUI દ્વારા યુનિવર્સીટીના કુલપતિને ફી પરત આપવા મામલે આવેદન પત્ર અપાયુ હતું
NSUI દ્વારા યુનિવર્સીટીના કુલપતિને ફી પરત આપવા મામલે આવેદન પત્ર અપાયુ હતું

NSUIએ કુલપતિને આવેદન પત્ર આપ્યું
NSUI દ્વારા યુનિવર્સીટીના કુલપતિને ફી પરત આપવા મામલે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓની ગત વર્ષ દરમિયાનની ફી પરત આપવા માંગણી કરવામાં આવી છે. NSUIની માંગણી છે કે આખા વર્ષ દરમિયાન ગુજરાત યુનિવર્સીટી દ્વારા કોઈ કામકાજ કરવામાં આવ્યું નથીં પરંતુ ફી અખા વર્ષની ઉઘરાવવામાં આવી છે. જેમાં સ્પોર્ટ્સ,જીમ,લાયબ્રેરી,યુથ જેવી અનેક પ્રકારની ફી છે. કોરોનાને કારણે તમામ કોલેજો પણ બંધ હતી અને કોઈ વધારાની પ્રવૃત્તિ પણ થઇ નથી. જેથી નૈતિકતાના આધારે ફી પરત કરવી જોઈએ. જેનાથી મહામારીના સમયમાં વાલીઓને રાહત મળે.

અન્ય સમાચારો પણ છે...