વિરોધ પ્રદર્શન:અમદાવાદમાં બિન સચિવાલય ક્લાર્કની ભરતીમાં પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરનારા NSUIના કાર્યકર્તાઓની અટકાયત

અમદાવાદએક મહિનો પહેલા
વિરોધ કરનારા NSUIના કાર્યકર્તાઓની અટકાયત
  • NSUIના આગેવાન અને કાર્યકરોએ હાર્મોનિયમ વગાડીને ગીત ગાયું

ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થવા મામલે રાજ્યમાં અત્યારે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે NSUI એ વિરોધ કરતા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. ગુજરાત યુનિવર્સિટી પાસે NSUI દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ સુત્રોચાર અને બેનરો સાથે વિરોધ કર્યો હતો. NSUI એ માંગણી કરી હતી કે સરકાર પરીક્ષા રદ કરે નહીં તો આગામી દિવસમાં બંધનું એલાન આપીને વિરોધ કરવામાં આવશે. યુનિવર્સીટી પાસે વિરોધ કરી રહેલા NSUI ના તમામ નેતા અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

NSUIના કાર્યકરોની અટકાયત
NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, સરકાર 2014થી પરીક્ષા લેવામાં નિષ્ફળ ગઈ છે. પરીક્ષામાં મર્યાદિત જગ્યા માટે લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે અને સરકાર પોતાના મળતીયાઓને પાસ કરાવીને ભરતી કરે છે. પેપર લીક થતા હવે હેડ કલાર્કની પરીક્ષા રદ કરી નવેસરથી પરીક્ષા યોજવી જોઈએ આમ નહીં થાય તો આગામી દિવસમાં સમગ્ર ગુજરાત બંધ કરીને રસ્તા પર ઉતરીને આંદોલન કરવામાં આવશે.

NSUIની આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી
NSUIની આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી

NSUIનો પેપર લીક મુદ્દે વિરોધ
ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કના પેપર લીક થવા મામલે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. NSUI દ્વારા એક ગીત રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ગીત પહેલા NSUI એ આસિત વોરા પર કટાક્ષ કરતા કહ્યું છે કે, આસિત વોરા ગીતોના આશિક છે, જેથી પેપર લીક થવા મામલે આસિત વોરાને ગીત સંભળાવીને એમની આંખો ખોલવા માંગીએ છીએ. જે બાદ NSUI ના આગેવાન અને કાર્યકર દ્વારા હાર્મોનિયમ વગાડીને ગીત ગાવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરીને પેપર લીક થયા ના છ દિવસ બાદ પેપર લીક થયું હોવાની કબૂલાત કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે.