તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:રાજ્ય સરકારે યુનિવર્સિટીમાં માસ પ્રમોશન આપ્યા બાદ શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી NSUIએ ફી પરત આપવાની માંગ કરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
NSUI દ્વારા યુનિવર્સીટીના કુલપતિને ફી પરત આપવા મામલે આવેદન પત્ર આપવામાં આવ્યું - Divya Bhaskar
NSUI દ્વારા યુનિવર્સીટીના કુલપતિને ફી પરત આપવા મામલે આવેદન પત્ર આપવામાં આવ્યું
  • કેટલાક ક્ષેત્રોમાં પરીક્ષા લેવામાં નથી આવી કોઈ કામકાજ થયું નથી તો આખા વર્ષની ફી શા માટે ઉઘરાવી?

કોરોનાને કારણે ધોરણ 1 થી 11માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે હવે સરકાર દ્વારા રાજ્યની યુનિવર્સીટીમાં પણ માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.કેટલાક ક્ષેત્રમાં યુનિવર્સીટી દ્વારા પરીક્ષા લેવામાં આવી નથી અને વર્ષ દરમિયાન કોઈ કામકાજ કરવામાં આવ્યું નથી. પરંતુ આખા વર્ષની ફી ઉઘરાવવામાં આવી છે તે પરત આપવા NSUI દ્વારા માંગણી કરવામાં આવી છે.

NSUIએ કુલપતિને આવેદન પત્ર આપ્યું
NSUI દ્વારા યુનિવર્સીટીના કુલપતિને ફી પરત આપવા મામલે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓની ગત વર્ષ દરમિયાનની ફી પરત આપવા માંગણી કરવામાં આવી છે. NSUIની માંગણી છે કે આખા વર્ષ દરમિયાન ગુજરાત યુનિવર્સીટી દ્વારા કોઈ કામકાજ કરવામાં આવ્યું નથીં પરંતુ ફી અખા વર્ષની ઉઘરાવવામાં આવી છે. જેમાં સ્પોર્ટ્સ,જીમ,લાયબ્રેરી,યુથ જેવી અનેક પ્રકારની ફી છે. કોરોનાને કારણે તમામ કોલેજો પણ બંધ હતી અને કોઈ વધારાની પ્રવૃત્તિ પણ થઇ નથી. જેથી નૈતિકતાના આધારે ફી પરત કરવી જોઈએ. જેનાથી મહામારીના સમયમાં વાલીઓને રાહત મળે.

અન્ય સમાચારો પણ છે...