કાર્યકરોની અટકાયત:NSUIએ આર.સી. ટેક્નિકલ કોલેજની બહાર પાનનો ગલ્લો બંધ કરાવવા ગયા, કાર્યકરોને રોક્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

NSUI દ્વારા નશમુક્ત કેમ્પસ બને તે માટે કેટલાય સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે આર.સી.ટેક્નિકલ કોલેજની બહાર ચાલતો પાનનો ગેલો NSUI ના કાર્યકરો શાંતિથી સમજાવીને બંધ કરાવી રહ્યા હતા ત્યારે પોલીસે ગલ્લા બંધ કરાવતા કાર્યકરોને રોક્યા હતા તો કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.

શૈક્ષણિક સંસ્થાની બહાર 100 મીટર ત્રીજયામાં પાનના પાર્લર ચલાવવા પર પ્રતિબંધ છે છતાં કેટલીક સ્કૂલ કોલેજની બહાર ચાલી રહ્યા છે.પાનના ગલ્લાથી જ નશાનું સેવન કરીને વિદ્યાર્થીઓ ડ્રગ્સ જેવા માદક દ્રવ્યોનો નશો કરતા હોય છે જેને લઈને NSUI દ્વારા અભિયાન શરૂ કારવામ્સ આવ્યું છે જે અંતર્ગત આજે સોલા આર.સી.ટેક્નિકલ કોલેજમાં જઈને વિદ્યાર્થીઓને નશાના સેવન ન કરવા સમજાવ્યા હતા જે બાદ કોલેજની બહાર ચાલતા પાન પાર્લરના માલિકને સમજાવીને પાનનો ગલ્લો બંધ કરવા જણાવ્યું હતું.

NSUI ના નેતા કરણ મોદીએ જણાવ્યું હતું કે અમારી અભિયાન સતત ચાલી રહ્યું છે.નશમુક્ત કેમ્પસ માટે અમે તમામ કોલેજમાં જઈને વિદ્યાર્થીઓને જાગૃત કરવા પ્રયત્ન કરી રહ્યા છે સાથે કોલેજની પણ કાઉન્સેલિંગ કમિટી બનાવવા જણાવીએ છીએ.આર.સી ટેક્નિકલ કોલેજની બહાર ચાલતો પાનનો ગલ્લો આજે અમે બંધ કરાવી રહ્યા હતા.પોલીસ દ્વારા કાર્યકરોને ગલ્લાથી દૂર લઈ જવામાં આવ્યા હતા..

અન્ય સમાચારો પણ છે...