વિરોધ પ્રદર્શન:ગુજરાત યુનિવર્સીટીની નજીકમાં દારૂ, જુગાર અને ચરસના વેચાણના આક્ષેપ સાથે NSUIનો વિરોધ

અમદાવાદ5 મહિનો પહેલા
વિરોધ પ્રદર્શન કરતા NSUIના કાર્યકર્તાઓની તસવીર - Divya Bhaskar
વિરોધ પ્રદર્શન કરતા NSUIના કાર્યકર્તાઓની તસવીર
  • ગૃહમંત્રીના રાજીનામા સાથે સૂત્રોચ્ચાર કરતા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ

ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા રેલી સ્વરૂપે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિરોધની અંદર NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગુજરાત યુનિવર્સિટીની નજીક ગુલબાઈ ટેકરા પાસે ખુલ્લેઆમ દારૂ, ચરસ અને ડ્રગ્સનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ પર પણ ખરાબ પડી રહી છે. ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીની વાતો કરતી સરકાર આ અંગે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરે તેવી માંગ પણ કરાઈ હતી.

NSUI દ્વારા ચીમકી આપવામાં આવી છે કે આવનારા દિવસોમાં જો કોઈ પગલાં નહિ લેવાય તો NSUI દ્વારા પોસ્ટર પ્રદર્શન, સિગ્નેચર કેમ્પઈન, અને ઉગ્ર દેખાવો કરીને વિરોધ કરાશે. આ રેલીમાં સુત્રોચાર દરમ્યાન ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જોકે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના વેલ્ફેર મેમ્બર સુનિલ શુક્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી એક ગુજરાતની ખ્યાતનામ યુનિવર્સિટી છે તેમ છતાં તેની 200 મીટરની આસપાસના વિસ્તરમાં ખુલ્લેઆમ દારૂ, ગાંજો અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. જે અંગે આજે અમે સરકાર અને યુનિવર્સિટીના સત્તધીશોને જગાડવા માટેનો કાર્યક્રમ કર્યો છે. જો આ કામગીરી પર રોક નહિ લાગે તો ઉગ્ર વિરોધ પણ કરીશું.

અન્ય સમાચારો પણ છે...