અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી બાદ હવે GLS યુનિવર્સિટી વિવાદમાં આવી છે.GLS યુનિવર્સિટીમાં ફી વધારો અને NRI કોટાના નામે લુંટ ચાલી રહી છે જેના આક્ષેપ સાથે NSUI દ્વારા આજે GLS યુનિવર્સિટીમાં જઈને નક્કી ચલણી નોટનો વરસાદ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો અને ફી વધારા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.
રજિસ્ટ્રારની ઓફિસમાં પણ નકલી નોટો વરસાદ કર્યો
NSUIના આગેવાનો અને કાર્યકરોએ આજે બપોરના સમયે GLS યુનિવર્સિટીમાં જઈને વિરોધ કર્યો હતો.GLS યુનિવર્સિટીમાં ફી વધારો અને NRI કોટાના નામે વધુ રકમ લઈને લુંટ ચલાવવામાં આવી રહી છે. લુંટના વિરોધમાં આજે NSUIના આગેવાનો અને કાર્યકરોએ નારા લગાવીને વિરોધ કર્યો હતો અને બાદમાં કોલેજમાં રજિસ્ટ્રારની ઓફિસમાં જઈને નકલી ચલણી નોટો વરસાદ કરીને ફી બાબતે રજૂઆત કરી હતી.
લારી-ગલ્લાવાળા જોડે ભીખ માંગી પૈસા એકઠા કર્યા
ઉલ્લેખનીય છે કે આજથી એકે વર્ષ પૂર્વે લોકડાઉનમાં GLS યુનિવર્સિટી સંપૂર્ણ ફી માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને દબાણ કરી રહી હતી. તેના વિરોધમાં NSUI અને કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ બહાર લારી-ગલ્લાવાળા જોડે ભીખ માંગી પૈસા એકઠા કરીને GLS યુનિવર્સિટીને આપ્યા હતી.આમ, NSUI આ રીતે અનેક વખત વિરોધ નોંધાવી ચુકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.