તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTE એડમિશન:આવકના ખોટા દાખલ કાઢનાર અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે NSUIનો કલેક્ટર કચેરી ખાતે વિરોધ

અમદાવાદએક મહિનો પહેલા
વિરોધ કરી રહેલા ABVPના કાર્યકર્તાઓ
  • હાલમાં સેટેલાઈટની એક સ્કૂલમાં વાલીએ ખોટા આવકના દાખલાથી એડમિશન લીધું
  • ખોટા દાખલાથી એડમિશન લેતા અન્ય વાલીઓ સાથે અન્યાય

RTE હેઠળ એડમિશન પ્રકિયા શરૂ થઈ છે. જેમાં એક વાલીએ ખોટા આવકના દાખલા દ્વારા એડમિશન લેતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ હવે અનેક વાલીઓએ ખોટા આવકના દાખલ કઢાયાની શક્યતા છે. જેને લઇને NSUIએ ખોટા આવકના દાખલ કાઢનાર અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે કલેક્ટર કચેરીએ વિરોધ કર્યો હતો અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.

વાલીએ ખોટા આવકના દાખલાથી એડમિશન લીધું
થોડા દિવસો અગાઉ જ RTEમાં સેટેલાઇટની એક સ્કૂલમાં ખોટા આવકના દાખલ દ્વારા એડમિશન લીધાનો કિસ્સો સામે આવ્યો હતો. જે બાદ DEO દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે NSUIનો આક્ષેપ છે કે, હજુ અનેક વાલીઓએ ખોટા આવકના પુરાવા કઢાવીને એડમિશન મેળવ્યું છે જેથી આવા આવકના દાખલા કાઢનાર અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે NSUIના કાર્યકરોએ વિરોધ કરીને પગલાં લેવા માટે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

અન્ય વાલીઓ સાથે અન્યાયની NSUIની રજૂઆત
આ અંગે NSUI ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ખોટા આવકના દાખલ દ્વારા અનેક વાલીઓએ એડમિશન લીધા છે. જેના કારણે ખરેખર જરૂરિયાતવાળા વાલીઓ પોતાના બાળકનું એડમિશન કરવી શકતા નથી. અન્ય વાલીઓ સાથે અન્યાય થાય છે, જેથી તાત્કાલિક ખોટા આવકના દાખલ કાઢનાર અધિકારી સામે તપાસ કરીને તેમને સસ્પેન્ડ કરવા જોઈએ.