વિરોધ પ્રદર્શન:અમદાવાદમાં સાબરમતિ કોલેજ બંધ કરવાની અરજી સામે NSUIનો વિરોધ, કોલેજે કહ્યુ NSUI અમને કુલપતિના નામની ધમકી આપે છે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં કોલેજ બંધ કરવાની અરજીનો કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કેટલીક ગ્રાન્ટેડ કોલેજો બંધ કરવા માટેની અરજી કરવામાં આવી છે. જેને લઈને આજે NSUI દ્વારા અરજી આપનાર પૈકી સાબરમતિ કોલેજ ખાતે જઈ કોલેજ બંધ કરવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. કોલેજ દ્વારા આ મામલે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે NSUI દ્વારા અમને કુલપતિના નામની ધમકી અપાઈ રહી છે.

કોલેજ બંધ કરવા માટે આપેલી અરજીના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા
કોલેજ બંધ કરવા માટે આપેલી અરજીના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા

કોલેજ બંધ કરવા માટેની અરજીનો વિરોધ
પ્રાપ્ત વિગતો પ્રમાણે NSUIના કાર્યકરોએ સાબરમતિ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જઈ કોલેજ બંધ કરવા માટે આપેલી અરજીના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતાં. આ દરમિયાન કેટલાક કાર્યકર્તાઓ કોલેજમાં જઈને તેમજ કેટલાક કાર્યકર્તાઓએ કોલેજની બહાર રહીને વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. તે ઉપરાંત કોલેજની અંદર ગયેલા કાર્યકરો કુલપતિ હિમાંશુ પંડ્યાના નામે કોલેજોને ધમકી આપી રહ્યા હોવાનો કોલેજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી
પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી

પોલીસે વિરોધ કરનાર કાર્યકર્તાઓની અટકાયત કરી
NSUIના નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, અમે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ બંધ ના થાય તે માટે રજુઆત કરવા ગયા હતા. પરંતુ પોલીસે અમારી અટકાયત કરી દીધી છે. કોલેજમાં કામ કરનાર મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે NSUIના કેટલાક કાર્યકરો ઓફિસમાં આવીને કહી રહ્યા હતા કે તમને તો કુલપતિ જોઈ લેશે. કુલપતિ તમારા નામથી જ ગુસ્સે થાય છે. તમારી સામે કુલપતિ પગલાં ભરશે.