વિદ્યાર્થી સંગઠનનો અનોખો વિરોધ:યુનિવર્સિટી પાસે તૂટેલા રોડ સહિતના મુદ્દે NSUIએ પાટાપિંડી બાંધી વિરોધ કર્યો, વ્હીલચેર પર બેસી નારાબાજી

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાત યુનિવર્સિટી પાસે તૂટેલા રોડ રસ્તા, હોસ્ટેલમાં એડમિશન, સેનેટ- વેલફેરની ચૂંટણી મુદ્દે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ વ્હીલર ચેર પર બેસીને માથાં પર પાટા બાંધીને વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીની ઝાડી તોડવા પણ NSUI દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

જાળી તોડીને અંદર ઘૂસવા કાર્યકરોનો પ્રયાસ
ગુજરાત યુનિવર્સિટી બહાર રોડ રસ્તા કેટલાય સમયથી તૂટેલા છે,હોસ્ટેલમાં હજુ એડમિશન શરૂ થયા નથી તથા સેનેટ- વેલફેરનું ઇલેક્શન થયું નથી જેને લઈને NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો તથા કાર્યકરોએ સાથે મળીને યુનિવર્સિટી ટાવર પાસે વિરોધ કર્યો હતો. કાર્યકરો હાથે પગે તથા માથા પર પાટા બાંધીને આવ્યા હતા. તો કેટલાક કાર્યકરો વ્હીલચેર પર બેસીને વિરોધ કરી રહ્યા હતા. ઉપર જવા માટે ઝાડી બંધ કરવામાં આવી હતી, જેથી જાળી ખેંચીને તોડવા પણ NSUIએ પ્રયત્ન કર્યો હતો.

આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરાશે
NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં આજે રજુઆત કરવા આવ્યા છીએ. અકસ્માત થાય અથવા ગંભીર ઇજા થાય તો જવાબદારી કોની રહેશે. તાત્કાલિક માંગણીઓ પૂરી નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...