ગઈકાલે રાજકોટમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિવાદિત નિવેદન આપતા મામલો ગરમાયો છે. રાજ્યભરમાં જીતુ વાઘાણી મામલે ચર્ચા અને ટિપ્પણી થઈ રહી છે ત્યારે કોંગ્રેસ ઓફિસની બહાર NSUI દ્વારા જીતુ વાઘાણીનો વિરોધ કરવામાં આવ્યો છે. જીતુ વાઘાણીના પોસ્ટર ફાડીને વિરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર NSUI દ્વારા આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના નિવેદન બદલ વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ સુત્રોચાર અને બેનર સાથે વિરોધ કર્યો હતો. NSUIએ જીતુ વાઘાણીના રાજીનામાની માંગણી કરી છે. જીતુ વાઘાણીના ફોટા હાથમાં રાખીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો. વાઘાણીના ફોટા પણ વિરોધ પ્રદર્શન દરમિયાન ફાળવામાં આવ્યા હતા.
આ અંગે NSUI ના સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, જીતુ વાઘણીએ સમગે ગુજરાતનું તથા ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે. આ પ્રકારના વિવાદિત નિવેદન બદલ વાઘણીએ માફી મંગાવી જોઈએ. શિક્ષણને મંત્રીની જરૂર નહીં પરંતુ મંત્રીને શિક્ષણની જરૂર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.