વિરોધ પ્રદર્શન:NSUIના કાર્યકરોએ ગુજરાત યુનિ.માં ભાજપના સભ્યોને લઈને બનાવેલી પ્રવેશ સમિતિ રદ કરી નવી સમિતિ બનાવવા માંગ કરી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમિતિમાં ભાજપના સભ્યોને લેવાનો આક્ષેપ - Divya Bhaskar
સમિતિમાં ભાજપના સભ્યોને લેવાનો આક્ષેપ
  • યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અને ઉપકુલપતિની ચેમ્બરમાં જઈને વિરોધ સાથે આવેદન પત્ર આપ્યું

ગુજરાત યુનિવર્સિટી દ્વારા 2 દિવસ અગાઉ ABVPના વિરોધ બાદ પ્રવેશ સમિતિની રચના કરી છે. આ સમિતિમાં જે સભ્યો નીમ્યા છે તે સભ્યો ભાજપ સાથે જોડાયેલા હોવાના આક્ષેપ સાથે NSUIએ વિરોધ કર્યો છે. NSUI એ આક્ષેપ કર્યો છે કે ભાજપના સભ્યોને પ્રવેશ સમિતિમાં લઈને પેઈડ એડમીશન આપવામાં આવે છે.તાત્કાલિક સમિતિ રદ કરીને નવી સમિતિ બનાવવા NSUI એ માંગણી કરી છે.

પ્રવેશ સમિતિની નિમણૂકમાં ભગવાકરણ હોવાનો આક્ષેપ
NSUIના આગેવાનો દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં જઈને હોબાળો કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અને ઉપકુલપતિની ચેમ્બરમાં જઈને વિરોધ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પ્રવેશ સમિતિની નિમણૂકમાં ભગવાકરણ હોવાનો આક્ષેપ કર્યો છે. NSUIનો આક્ષેપ છે કે ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ સમિતિ નીમવામાં આવી છે. તેમાં ભાજપ સાથે જોડાયેલ સભ્યોની નિમણુક કરવામાં આવી છે. અગાઉની સમિતિને સમગ્ર પ્રવેશ પ્રક્રિયા વિશે જ્ઞાન છે તે સમિતિના લોકોને નથી લીધા. દર વર્ષે પ્રવેશ સમિતિમાં SC/ST સભ્યની પણ નિમણુંક કરવામાં આવે છે જે આ વર્ષે નથી કરી.

NSUIના કાર્યકરોએ યુનિવર્સિટીમાં હોબાળો મચાવ્યો
NSUIના કાર્યકરોએ યુનિવર્સિટીમાં હોબાળો મચાવ્યો

સરકારના દબાણમાં આવીને નવી સમિતિ બનાવવામાં આવી
NSUI ના પ્રમુખ નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા સરકારના દબાણમાં આવીને નવી સમિતિ બનાવવામાં આવી છે.નવી સમિતિના સભ્યો સીધો છે તેમાં ભાજપ સાથે જોડાયેલા સભ્યો છે જેથી પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ શકે છે માટે તાત્કાલિક સમિતિ રદ કરવામાં આવે નહિ તો NSUI દ્વારા વિરોધ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...