તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસનો પ્રચાર:અમદાવાદના ખાડિયામાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન NSUIના નેતાઓએ જય શ્રી રામના નારા સાથે રામ મંદિર માટે દાન કર્યું

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
9 લોકોએ 100 રૂપિયા એમ કુલ 900 રૂપિયાનું દાન કર્યું - Divya Bhaskar
9 લોકોએ 100 રૂપિયા એમ કુલ 900 રૂપિયાનું દાન કર્યું
  • રાયપુર પાસેની રઘુનાથની પીઠમાં પ્રચાર કરી રહેલા કાર્યકરોએ દાન લઈ રહેલા VHPના કાર્યકરોને દાન આપ્યું

રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીએ છ મહાનગર પાલિકાની ચૂંટણી માટેનું મતદાન યોજાવાનું છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા અનેક પ્રકારે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ આ વખતે રામ મંદિર મુદ્દે ચૂંટણી લડી રહ્યો છે. તે ઉપરાંત VHP દ્વારા પણ રામ મંદિરના નિર્માણ માટે દાન એકઠું કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના પ્રચાર દરમિયાન અમદાવાદના ખાડિયામાં NSUIના કાર્યકરોએ જય શ્રી રામનો નારો લગાવીને રામ મંદિર માટે દાન કર્યું હતું.
NSUIના નેતાઓએ દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી
ખાડિયા વોર્ડમાં કોંગ્રેસનો પ્રચાર NSUI ના કાર્યકર્તાઓ કરી રહ્યા હતા તે દરમિયાન રાયપુર પાસેની રઘુનાથની પીઠમાં શ્રી રામના નારા સાથે VHP ના કાર્યકર્તાઓ દાન લઈ રહ્યા હતા જે જોઈને NSUIના નેતાઓ જે પ્રચાર કરી રહ્યા હતા તે તમામ આગળ આવ્યા અને પોતે પણ હિન્દુ હોવાનું કહીને દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી બાદમાં જય શ્રી રામના નારા લગાવીને 9 લોકોએ 100 રૂપિયા એમ કુલ 900 રૂપિયાનું દાન કર્યું હતું.આ અંગે NSUI ના નેતા નારાયણ ભરવાડ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતુંકે તેઓ પણ હિન્દુ છે જેથી રામ મંદિર માટે તેમને દાન આપવાની ઈચ્છા થઈ હતી જેથી તેમને સ્વેચ્છાએ અન્ય લોકો સાથે મળીને દાન કર્યું હતું જે બદલ તેમને ગર્વ છે.

NSUIના કાર્યકરોએ હિન્દુ હોવાનું કહીને દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી
NSUIના કાર્યકરોએ હિન્દુ હોવાનું કહીને દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી

કોંગ્રેસે અમદાવાદ માટે અલગથી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે અમદાવાદના નાગરિકોને ચૂંટણી ઢંઢેરા મારફત વચન આપ્યું છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સમિતિના ચેરમેન દિપક બાબરિયા, શહેર પ્રમુખ શશીકાંત પટેલ, ડો. જીતુ પટેલ સહિતના નેતાઓએ વચન આપ્યું હતું કે, કોંગ્રેસ સત્તા પર આવશે તો અમદાવાદના દરેક નાગરિકને કોરોના વેકસિન વિનામૂલ્યે આપશે. કોંગ્રેસે શહેરના નાગરિકના આરોગ્યની રક્ષા માટે વીએસને પુન: ધમધમતી, સુપર સિનિયર સિટીઝનને ઘરે બેઠા 24 કલાક ઇમરજન્સી મોબાઇલ ટ્રીટમેન્ટ સહિતની સુવિધા આપવાનું નક્કી કર્યું છે. ઉપરાંત શિક્ષણ માટે આધુનિક સ્કૂલ હશે, અંગ્રેજી મીડિયમ સાથે ઇનડોર ગેમ્સ,પ્લે ગ્રાઉન્ડ, મ્યુઝિક, યોગા સહિતની અલ્ટ્રા મોડર્ન સુવિધા હશે. ટેક્સનું માળખું ભારવાળું નહીં, હળવું હશે. 50 વીજ યુનિટ સુધીના વપરાશકારને ઈલેક્ટ્રિસિટી બિલમાં 100 ટકા રાહત રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો