ડ્રગ્સ વિરોધી અભિયાન:‘ડ્રગ્સ નહીં રોજગાર ચાહિયે’ NSUIએ અમદાવાદના કોલેજ કેમ્પસમાં સિગ્નેચર અભિયાન શરૂ કર્યું, સાઈન કરી સ્ટુડન્ટ્સ જોડાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડ્રગ્સ વિરોધી અભિયાનમાં સ્ટુડન્ટ્સ જોડાયા - Divya Bhaskar
ડ્રગ્સ વિરોધી અભિયાનમાં સ્ટુડન્ટ્સ જોડાયા
  • એક પોસ્ટરમાં ડ્રગ્સ નહીં રોજગાર ચાહિયે,નશામુક્ત ગુજરાત ચાહિયેના લખાણ સાથે હસ્તાક્ષર કરાયા

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસે તે પ્રયાસને નિષ્ફળ કર્યા છે, તેમ છતાં હજુ ગુજરાતમાં અનેક યુવાઓ ડ્રગ્સ રવાડે ચઢ્યા છે. ત્યારે ડ્રગ્સની બડી દૂર કરવા NSUI દ્વારા ડ્રગ્સ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે સિગ્નેચર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

કોલેજના વિદ્યાર્થીઓની સહી લેવાઈ
ગુજરાત કોલેજમાં NSUI દ્વારા આજે ડ્રગ્સના અભિયાનના લઈને સિગ્નેચર કેમ્પિયન શરુ કરવામાં આવ્યું હતું. એક પોસ્ટરમાં ડ્રગ્સ નહીં રોજગાર ચાહિયે, નશામુક્ત ગુજરાત ચાહિયેના લખાણ સાથે તેમાં કોલેજના વિદ્યાર્થીઓની સહી લેવામાં આવી હતી.આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓને આ ડ્રગ્સના સેવન અંગે સમજણ આપવામાં આવી હતી અને નશામુક્ત કેમ્પેઈન માટે જણાવવામાં આવ્યું હતું.

ડ્રગ્સની બદી દૂર કરવા કેમ્પેઈન શરૂ કરાયું
આ અંગે NSUIના વેલફેર મેમ્બર સુનીલ શુક્લાએ જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાઓ દિવસેને દિવસે ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે, જેને લઈને કોલેજ કેમ્પસથી ડ્રગ્સની બદી દૂર થાય તે માટે આજે કેમ્પેઈન શરુ કરવામાં આવ્યું હતું જેમાં યુવતીઓ સહિત 200 જેટલા વિદ્યાર્થીઓ સહી કરીને આ કેમ્પેઈનમાં જોડાયા હતા..

અન્ય સમાચારો પણ છે...