તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસનું અભિયાન:ગુજરાતમાં NSUI દ્વારા 'નોકરી દો યા ડિગ્રી વાપસ લો' નામનું અભિયાન લૉન્ચ કરાયું

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સરકારને રોજગારી આપવા પહેલાં શાંતિથી સમજાવીશું બાદમાં આકરા પગલાં લઈશું એની જવાબદારી અમારી નહીં હોય - Divya Bhaskar
સરકારને રોજગારી આપવા પહેલાં શાંતિથી સમજાવીશું બાદમાં આકરા પગલાં લઈશું એની જવાબદારી અમારી નહીં હોય
 • અમે પહેલાં શાંતિથી આગળ વધીશું પણ સરકાર નહીં માને તો અમે જે પણ પગલાં ભરીશું એની જવાબદારી અમારી નહીંઃ NSUIની ચીમકી

ગુજરાતમાં બેરોજગાર વિદ્યાર્થીઓ માટે NSUI દ્વારા એક અભિયાન લૉન્ચ કરવામાં આવ્યું છે. NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદનજી દ્વારા 30 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં નોકરી દો યા ડિગ્રી વાપસ લો નામના અભિયાનની શરુઆત કરવામાં આવી હતી. તેના ભાગ રૂપે ગુજરાત NSUI દ્વારા પ્રદેશ ઉપપ્રમુખ મહિપાલ સિંહ ગઢવી તથા NSUIના રાષ્ટ્રીય સચિવ સતવીર ચોધરીની અધ્યક્ષતામાં અમદાવાદ પ્રદેશ કાર્યાલયથી આજે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. NSUIએ સરકાર સમક્ષ ખુલ્લી ચીમકી ઉચ્ચારતાં કહ્યું છે કે હાલના સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પણ રોજગારી મેળવવી મુશ્કેલ છે. ત્યારે સરકાર બેરોજગાર યુવાનોને રોજગારી આપે. જો સરકાર નહીં માને તો આગળ અમે જે પણ પગલાં ભરીશું તેની જવાબદારી અમારી નહી હોય. આ અભિયાન એક મહિના સુધી ચલાવવામાં આવશે.

અમે આ અભિયાન થકી સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએઃ NSUIના ઉપપ્રમુખ
અમે આ અભિયાન થકી સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએઃ NSUIના ઉપપ્રમુખ

બેરોજગારીનો દર વધવો એ સરકારની નિષ્ફળતા છે
NSUIના ગુજરાતના ઉપ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે દેશમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. યુવાનોને ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પણ નોકરી મેળવવી મુશ્કેલ છે. ત્યારે અમે આ અભિયાન થકી સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે પહેલાં શાંતિથી આગળ વધીશું તે છતાંય જો સરકાર નહીં માને તો આગળ અમે જે પણ પગલાં ભરીશું તેની જવાબદારી અમારી નહીં હોય. કેન્દ્ર સરકારે બજેટમાં પણ શિક્ષણને પ્રાધાન્ય નથી આપ્યું. તેમજ બેરોજગારી દુર કરવાના કોઈ પગલાં ભરવામાં નથી આવતાં. આ સરકાર ચર્ચા કરવા અને મહત્વના મુદ્દાઓ પર વાત કરવાથી દુર ભાગી રહી છે. NSUIના પ્રદેશ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, દેશમાં શિક્ષિત બેરોજગારી દર 6.5 ટકા છે. તેમજ ગુજરાત રાજ્યનો શિક્ષિત બેરોજગારી દર 3.9 ટકા છે. જે સરકારની સૌથી મોટી નિષ્ફળતા છે.
NSUI એક હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
NSUI દ્વારા આ અભિયાનમાં જોડાવા માટે એક હેલ્પલાઈન નંબર 7290800850 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર કોઈપણ બેરોજગાર યુવક પોતાની સમસ્યાને રજુ કરી શકે છે. તે ઉપરાંત જો કોઈ વિધાથી NSUIને કોલ કરશે તો તેને એક કોડ આપવામાં આવશે. આ કોડ દ્વારા વિદ્યાર્થીની ડીગ્રી મેળવવામાં આવશે. આ ડીગ્રી વડાપ્રધાનને મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો