તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફી માફીની માગ:ગુજરાત યુનિવર્સિટીમાં NSUIએ કોરોનામાં સ્વજન ગુમાવનારની સંપૂર્ણ અને અન્યની 50 ટકા ફી માફીની બેનર સાથે માગ કરી, અટકાયત

અમદાવાદ3 મહિનો પહેલા
પોલીસે NSUI કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી
  • યુનિવર્સિટીના ગેટ પાસે વિરોધ કરતાં NSUIના તમામ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

કોરોના મહામારીમાં લોકોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે. તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં કોલેજ અને ઓફલાઈન શિક્ષણ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરવા માટે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. ઉપરાંત જે વિદ્યાર્થીઓએ પોતાના સ્વજન ગુમાવ્યા હોય તેમની સંપૂર્ણ ફી માફ કરવા માંગણી કરવામાં આવી રહી હતી. યુનિવર્સિટીના ગેટ પાસે વિરોધ કરી રહેલા તમામ NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી..

કુલપતિ હાજર ન હતા
ગુજરાત યુનિવર્સિટી ટાવર નીચે NSUIના ઉપપ્રમુખ સહિત કાર્યકરો ફી ઘટાડા અને ફી માફીની માંગણી સાથે વિરોધ કરી રહ્યા હતા. NSUI દ્વારા કુલપતિને આવેદન પત્ર આપવાનું હતું પરંતુ કુલપતિ હાજર ન હોવાથી કાર્યકરો ગેટ પર જ બેસી ગયા અને વિરોધ કરવા લાગ્યા હતા.

ફી માફીની માગ સાથે NSUIના કાર્યકરો યુનિવર્સિટી પહોંચ્યા હતા
ફી માફીની માગ સાથે NSUIના કાર્યકરો યુનિવર્સિટી પહોંચ્યા હતા

યુનિવર્સિટી ટાવર નીચે બેસી ભજન અને નારા સાથે વિરોધ
ટાવર નીચે જ કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા અને હાથમાં વિવિધ બેનર લઈને બેસી ગયા હતા. તેમજ નારા અને ભજન સાથે વિરોધ કર્યો હતો. પરવાનગી વિના ગેટ પર બેસીને વિરોધ કરી રહેલા તમામ આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

NSUI દ્વારા બેનર સાથે ફી માફીની માગ કરવામાં આવી હતી
NSUI દ્વારા બેનર સાથે ફી માફીની માગ કરવામાં આવી હતી