કોરોનાની મહામારીમાં સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર થઈ છે. મહામારીના કારણે ઘણા સમય શાળા-કોલેજો બંધ હતા. ધોરણ 10-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને સરકારે આખરે માસ પ્રમોશન આપ્યું હતું. તેઓની પરીક્ષા કોરોનાના કારણે રદ કરવામાં આવી હતી. પરંતુ સરકારે ધોરણ 10 -12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું નથી. તેમની પરીક્ષા જુલાઈ મહિનામાં યોજાવાની છે. જેના વિરોધમાં વિધાર્થીઓએ હાઇકોર્ટમાં PIL દાખલ કરી છે.
રિપીટર્સની પરીક્ષા રદ કરવા NSUI મેદાને
બીજી તરફ ગઈકાલે જ સાથે ગઈ કાલે શિક્ષણ મંત્રીએ નિવેદન આપતા મામલો ગરમાયો છે. શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, રિપીટર વિધાર્થીઓ પરીક્ષા રદ થવાના વહેમમાં ન રહે પરીક્ષા લેવાશે. ત્યારે NSUI એ આ નિવેદન બાદ CMને આ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવા માટે રજુઆત કરી છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે, હજી પણ કોરોના ગયો નથી સાથે તેઓ આ સ્વાસ્થ્યને આ પરિસ્થિતિમાં જોખમમાં ના મુકાય એટલે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પરીક્ષા રદ થવી જોઈએ. જો પરીક્ષા રદ નહીં થાય તો NSUI આક્રમક રીતે આંદોલન કરશે. જેથી ઝડપથી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી માંગ કરી છે.
'રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે જ'
ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી ખાતેના કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા તે દરમિયાન શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, 'ભલે રિપીટરની પરીક્ષાનો વિરોધ થઈ રહ્યો હોય, પરંતુ પરીક્ષા તો યોજાશે જ, પરીક્ષા રદ થાય તેવા વહેમમાં રહેવું નહિ. 15 જુલાઈથી પરીક્ષા છે તે માટે ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે અને તૈયારી પણ થઈ ચૂકી છે. ધોરણ 12 સાયન્સ બાદ JEE અને NEETની પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ ગુજકેટની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવશે. પરીક્ષાની તરીખો ક્લેશ ના થાય તે માટે હમણાં જાહેર કરવામાં આવી નથી. 1 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે.'
પરેશા ધાનાણીએ રીપીટર્સને પ્રમોશન આપવા રજૂઆત કરી હતી
આ પહેલા પરેશ ધાનાણીએ પત્ર લખીને રજૂઆત કરી હતી કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્રને અસર થઈ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. કોરોનાના કારણે માર્ચ-2020થી શાળા-કોલેજો સંપૂર્ણ બંધ છે અને ક્યારે ખુલશે તે અંગે હજુ કહી શકાય તેમ નથી. કોરોનાના વધતા જતા સંક્રમણ અને કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં લઈ સીબીએસઈ (CBSE) સહિતના નેશનલ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧રના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ધોરણ-10 અને ધોરણ-12ના રિપીટર વિદ્યાર્થીઓને પણ અન્ય વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન આપવા રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.