ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ શરૂ થઈ છે. પરંતુ હોસ્ટેલમાં પાયાની સુવિધા મળતી નથી. જેમાં મુખ્ય પાણીની સમસ્યા છે. જેને લઈને NSUIએ આજે ગુજરાત યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. જેમાં ખાલી પાણીની ડોલ અને નકલી રૂપિયાની નોટો ઉડાવી હતી.
પાણીની સુવિધાના અભાવનો વિરોધ
ગુજરાત યુનિવર્સીટી ટાવર પાસે NSUIના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને હોસ્ટેલમાં પાણીની સુવિધાના અભાવનો વિરોધ કરી રહ્યા હતા.કાર્યકરો સાથે ડોલ લઈને આવ્યા હતા તે ડોલ ફેકીને વિરોધ કર્યો હતો જે બાદ નકલી નોટો ઉડાવીને પણ વિરોધ કર્યો હતો.જે બાદ કુલપતિ ઓફિસની બહાર NSUI ઝાડી પછાડીને અંદર જવા માટે પણ પ્રવેશ કર્યો હતો અને રજિસ્ટ્રાર પાસે જઈને પણ ઉગ્ર વિરોધ કર્યો હતો.
દિવસમાં બે કલાક પાણી મળે છે
NSUIના નેતા કુણાલસિંહે જણાવ્યું હતું કે હોસ્ટેલમાં યોગા,જીમ જેવી સુવિધા હોવાનું પણ યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેરાત કરવામાં આવે છે પરંતુ પાયાની સુવિધામાંથી હોસ્ટેલમાં દિવસમાં 2 કલાક પાણી આવે છે તો વિદ્યાર્થીઓ કેવી રીતે રહી શકે જે મામલે આજે અમે ડોલ લાવીને વિરોધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.