રજૂઆત:રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ATKTની પરીક્ષા ઓફલાઈન યોજવા NSUIની માંગણી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • ગ્રામીણ નેટવર્કના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપી શક્યો નહોતા
  • NSUI દ્વારા શિક્ષણમંત્રીને ઓફલાઈન પરીક્ષા યોજવાની રજૂઆત કરતો પત્ર લખ્યો

કોરોનાને કારણે શિક્ષણ ઓનલાઇન રહ્યું હતું, વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ઓનલાઇન રહી હતી. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં નેટવર્કનાં કારણે અનેક વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપી શક્યા નથી અને ATKT આવી છે. જેથી આ વિદ્યાર્થીઓની ફરીથી ઓફલાઈન પરીક્ષા આપવા વ્યવસ્થા કરવામાં આવે તેવી NSUI દ્વારા માંગણી કરવામાં આવી છે.

NSUIએ શિક્ષણમંત્રીને લખ્યો પત્ર
NSUIના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, કોરોનાને કારણે શિક્ષણ ઓનલાઇન ચાલી રહ્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં પણ શિક્ષણ ઓનલાઇન ચાલી રહ્યું છે. પરીક્ષા પણ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને ઓનલાઇન આપી હતી. પરંતુ કેટલાક ગામડામાં નેટવર્કનાં કારણે વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શક્યા નહોતા અને પરીક્ષા પણ આપી શક્યા નહોતા. જેથી પરિણામમાં અનેક ગ્રામીણ વિદ્યાર્થીઓને ATKT આવી છે.

NSUI દ્વારા શિક્ષણ મંત્રીને લખવામાં આવેલો પત્ર
NSUI દ્વારા શિક્ષણ મંત્રીને લખવામાં આવેલો પત્ર

ઓફલાઈન પરીક્ષા આપી વિદ્યાર્થી ભવિષ્ય સુધારી શકશે
આથી NSUIએ માંગણી કરી છે કે, ગ્રામીણ વિસ્તારમાં ઓનલાઇન પરીક્ષાને કારણે ATKT આવેલા વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા યોજવામાં આવે. ફરીથી ઓનલાઇન નહિ પરંતુ ઓફલાઈન પરીક્ષા લેવામાં આવે જેથી વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે અને પાસ થઈ શકે. વિદ્યાર્થીઓને મોકો આપવામાં આવે તો વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી વર્ષ બગડશે નહિ અને ભવિષ્ય સુધારી શકાશે.