રાજ્યની યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મુદ્દે NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ આક્ષેપ કર્યો છે કે, રાજ્યનો શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓને ટેસ્ટ કીટ સમજી રહ્યો હોય તેવી રીતે પરીક્ષાનું આયોજન કરી રહ્યો છે. યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓને છેલ્લી ઘડી સુધી મુઝવણ માં રાખી રહ્યા છે. યુનિવર્સિટીનાં સત્તાધીશોને માત્ર વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી ફી ઉઘરાવામાં રસ છે. વિદ્યાર્થીઓને પ્રવેશ કેવી રીતે આપવો? પરીક્ષા કેવી રીતે લેવી જોઈએ, પરિણામ ક્યારે અપાશે તેનું કોઈ જ આયોજન કરવામાં આવતું નથી.
તેમણે કહ્યું કે, ગુજરાત યુનવર્સિટીમાં 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગુજરાત ટેકનલોજીકલ યુનિવર્સિટીમાં 6.50 લાખથી વધુ અભ્યાસ કરી રહ્યા છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં ઓફલાઈન પરીક્ષા ચાલી રહી છે તેમાં 2.50 લાખથી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં 17 જાન્યુઆરીએ પરીક્ષા શરૂ થઈ રહી છે, તેમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
ભાવિક સોલંકીએ ઉમેર્યું કે, સરદાર પટેલ યુનવર્સિટીમાં 24 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ થઈ રહી છે. તેમાં 80થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સૌરાષ્ટ્ર યુનવર્સિટીમાં ફેબ્રઆરીનાં પહેલા અઠવાડિયામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં 1.50 લાખ વિદ્યાથીઓ અભ્યાસ કરે છે. આ તમામ પરીક્ષાઓ માટે વિકલ્પ આપવામાં આવે તેવી NSUIની માંગણી છે.
નોંધનીય છે કે, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં 20 જાન્યુઆરીથી ઓફલાઈન પરીક્ષા યોજાવાની હતી. કોરોનાના કેસો વધવાથી ઓફલાઈન પરીક્ષાના નિર્ણયથી વિદ્યાર્થીઓ સહમત નહોતા. જે અંગે દિવ્યભાસ્કર દ્વારા કોરોનાકાળમાં પણ ઓફલાઈન પરીક્ષા યોજવાનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ GTU દ્વારા 24 કલાકમાં પરિપત્ર કરીને નિર્ણય બદલવામાં આવ્યો હતો. કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 20 જાન્યુઆરીથી શરૂ થતી GTUની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે હવે નવી તારીખ આગામી સમયમાં પરીક્ષાના 10 દિવસ અગાઉ જાહેર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.