• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • NSUI Demands Postponement Of Standard 10 And 12 Board Exams In The State, Threatens To Cordon Off Office If Action Is Not Taken In Three Days

માંગણી:રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવા NSUIની માંગ, ત્રણ દિવસમાં પગલાં નહીં લેવાય તો કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • CBSEએ 10ની પરીક્ષા રદ કરી અને 12ની મોકૂફ રાખી છે.

ગુજરાતમાં કોરોનાના કેસો વધવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ પરિસ્થિતિ વચ્ચે પરીક્ષાઓ નહીં યોજવા માટે સરકારને રજુઆતો કરવામાં આવી છે. ઓલ ગુજરાત વાલી મંડળે પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા જુન મહિનામાં યોજવા માટે સરકારને રજુઆત કરી છે. હવે NSUI દ્વારા પણ બોર્ડની પરીક્ષાઓ મોકૂફ રાખવા માંગ કરી છે. જો આ મુદ્દે ત્રણ દિવસમાં પગલાં લેવામાં નહીં આવે તો કચેરીનો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

CBSEએ 10ની પરીક્ષા રદ કરી અને 12ની મોકૂફ રાખી છે
કોરોના કેસ વધતાં CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પણ મે મહિનામાં શરૂ થઈ રહી છે, પરંતુ હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોનાના કેસ વધતાં પરીક્ષા અંગે હજુ કોઈ નિર્ણય ન લેવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતુર બન્યા છે, જેથી હવે વાલીઓએ જ પરીક્ષા રદ કરવા અથવા તો મોકૂફ રાખવા માગણી કરી છે.

NSUIએ ગુજરાત શિક્ષણ બોર્ડને પત્ર લખીને માંગ કરી
NSUIએ ગુજરાત શિક્ષણ બોર્ડને પત્ર લખીને માંગ કરી

ધોરણ 1થી 9માં માસ પ્રમોશન આપવું જોઈએ
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે CBSE બોર્ડની પરીક્ષા રદ અને મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ ગુજરાત બોર્ડે પરીક્ષા રદ કરવાની જરૂર નથી. જે પ્રમાણે CBSE બોર્ડ માટે નિર્ણય લેવામાં આવ્યો એ પ્રમાણે ગુજરાત બોર્ડ માટે નિર્ણય લેવો, જેમાં 10 અને 12 ધોરણની પરીક્ષા મેની જગ્યાએ જૂનમાં યોજવી જોઈએ. ધોરણ 1થી 9માં માસ પ્રમોશન આપવું જોઈએ.

પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ અસમંજસમાં
કોરોનાના કેસ વધતા અત્યારે શાળા કોલેજમાં 30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈન બંધ કરવામાં આવ્યા છે. આગામી મે મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવવાની છે પરંતુ કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે જેથી પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ પણ અસમંજસમાં છે. વધતા કેસને ધ્યાનમાં રાખીને પરીક્ષા માટે શિક્ષણ મંત્રી, આરોગ્ય વિભાગ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની બેઠક મળશે અને આ બેઠકમાં પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.