અમદાવાદ:યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી હારેલા NSUIના ઉમેદવાર વિદ્યાર્થીને અજાણ્યાં શખ્સે માર માર્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • થર્ડ બી.કોમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગાડી આગળ રોકી બોલાચાલી કરી

ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી હારેલા NSUIના યુજી કોમર્સના ઉમેદવાર એવા વિદ્યાર્થી કૃણાલસિંહ જેતાવતને અજાણ્યા બાઇક ચાલકે મારામારી કરી હતી. ગાડી લઈને જતા હતા, ત્યારે અચાનક આગળ આવી બાઇક ઉભું રાખી મારામારી કરી હતી. સોલા પોલીસે કૃણાલસિંહની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સોલા શુકન બંગલોઝમાં રહેતા અને એન.એમ.ઝાલા કોલેજમાં થર્ડ બી.કોમમાં અભ્યાસ કરતા કૃણાલસિંહ જેતાવત ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી NSUIના યુજી કોમર્સના ઉમેદવાર હતા અને ચૂંટણી હારી ગયા હતા. શનિવારે પોતાની ગાડી લઈ વાડજ કોલેજ તરફ જવા નીકળ્યા હતા. ચાંદલોડીયા તળાવ પાસે પહોંચ્યા ત્યારે અચાનક એક બાઇક ચાલક ગાડીને ઓવરટેક કરી આગળ આવી ઉભો રહી ગયો હતો.

કૃણાલસિંહ ગાડીની બહાર નીકળવા જતા કોલર પકડી ગાળાગાળી કરવા લાગ્યો હતો. જેથી બીજા દરવાજેથી બહાર નીકળવા જતા કાનમાંથી એરપોડ પડી ગયા હતા. બીજા દરવાજેથી બહાર નીકળી તેની તરફ જતા બાઈકમાંથી લાકડી લાવી મારવા ગયો હતો જેથી અંગુઠા પર ઇજા થઇ હતી. વધુ મારામારી થાય તે પહેલાં કૃણાલસિંહ ત્યાંથી ભાગી પોલીસને જાણ કરી હતી. સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બાઈકચાલક ત્યાંથી નાસી ગયો હતો. કૃણાલસિંહે બાઇકચાલકના સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...