વિરોધ પ્રદર્શન:​​​​​​​ગ્રીષ્માની હત્યા મામલે અમદાવાદમાં ગૃહમંત્રીના રાજીનામાની માંગણી સાથે વિરોધ કરતા NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

અમદાવાદ6 મહિનો પહેલા
કે.કા શાસ્ત્રી કોલેજ બહાર વિરોધ પ્રદર્શન કરતી વિદ્યાર્થિનીઓની તસવીર
  • ગ્રીષ્માના હત્યારાને તાત્કાલિક ફાંસીની સજા આપવા NSUIની માંગ

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાના મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા આજે અણદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બેનરો સાથે કોલેજની વિદ્યાર્થિનીઓએ પણ દેખાવો કર્યા હતા. જોકે પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

ખોખરાની કે.કા.શાસ્ત્રી કોલેજ ખાતે NSUIના કાર્યકરો અને કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા ગ્રીષ્માની હત્યા મામલે નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે અમરાઈવાડી ખાતે પણ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતી. ગ્રીષ્માના ન્યાય માટે તાત્કાલિક આરોપીને ફાંસીની સજા આપવા માંગણી કરી હતી અને ગુજરાતમાં ગુનેહરો બેફામ બનવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામુ આપવા માંગણી કરી હતી.

NSUIના નેતા તોષિત મકવાણાએ જણાવ્યું હતું કે, સુરતમાં થયેલી ગ્રીષ્માની હત્યાથી રાજ્યમાં યુવતીઓ સલામત નથી તેવું સાબિત થઈ રહ્યું છે. જાહેરમાં હત્યા કરનાર આરોપીને લાંબો સમય જેલમાં રાખ્યા વિના ફાંસીની સજા આપવી જોઈએ. જેથી સમાજમાં ઉદાહરણ બને અને અન્ય કોઈ યુવક આ રીતે હત્યા કરવાનો વિચાર પણ ના કરે.

અન્ય સમાચારો પણ છે...