તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય પૂરો:વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા ભાજપ-કોંગ્રસના ઉમેદવારો અને સમર્થકોનો કલેક્ટર કચેરી સહિત 16 કેન્દ્રો પર ભારે ધસારો; છેલ્લા દિવસે 785 ફોર્મ ભરાયાં

અમદાવાદ22 દિવસ પહેલા
છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ પડાપડી કરી હતી. - Divya Bhaskar
છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ પડાપડી કરી હતી.
 • અમદાવાદમાં બારોબાર મેન્ડેટની વહેંચણી થઈ જતાં ભારે રોષ ફેલાયો છે
 • ટોકનની ફાળવણી થઈ ગઈ હોવાથી સાંજે 7 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવ્યાં
 • ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ઉત્સાહ સાથે ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યાં
 • સરસપુર-રખિયાલ વોર્ડમાં ભાજપના ઉમેદવાર ભાસ્કર ભટ્ટને સપોર્ટ આપવાનું એલાન

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં શનિવાર એક જ દિવસે 16 આરો કચેરીમાં 785 ફોર્મ ભરાયા હતા. છેલ્લા દિવસ સુધીમાં કુલ ફોર્મની સંખ્યા 1225થી વધુ થશે. વિજય મુહૂર્ત સાચવવા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો-સમર્થકો ઉમટી પડતાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી સહિત 16 આરો કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાઇ ગયું હતું. ઉમેદવારોના ધસારાના લીધે વિવિધ કચેરીમાં મોડી સાંજ સુધી ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલુ રહી હતી. સરદારનગરમાંથી સૌથી વધુ 45 ફોર્મ ભરાયા હતા. જિલ્લા કલેકટર કચેરીના દરવાજા પાસે ભારતીય જન પરિષદ પાર્ટીના ઉમેદવારના ટેકેદાર રવિરાજસિંહ પ્રેસિડન્ટના ખિસામાંથી 49 હજારની ચોરી થઇ ગઇ હતી.

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સામે રોષ, સોસાયટીમાં ન પ્રવેશવા પોસ્ટર લાગ્યા
યુવા નેતાને ટિકિટ ન મળતા જમાલપુર વિસ્તારમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના વલણ સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. ​​​​​​​જમાલપુર ગાજી પીર પાસે પોસ્ટર લાગ્યા છે કે,પાંચ વર્ષથી ખોવાયેલા ધારાસભ્ય અને કોર્પોરેટરે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં.

નવા વાડજમાં ભાજપે અંતિમ સમયે ઉમેદવાર બદલ્યો
નવા વાડજમાં ભાજપના ઉમેદવાર બદલાયા છે. નવા વાડજના ઉમેદવાર બળદેવ દેસાઈના સ્થાને વિજય પંચાલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે ડમી ઉમેદવાર તરીકે પૂર્વ કોર્પોરેટર જિજ્ઞેશ પટેલે ફોર્મ ભર્યું છે.

દરિયાપુર વોર્ડનાં પૂર્વ મહિલા કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિ કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા આવ્યાં ત્યારે રડી પડ્યાં.
દરિયાપુર વોર્ડનાં પૂર્વ મહિલા કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિ કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા આવ્યાં ત્યારે રડી પડ્યાં.

પૂર્વ કોંગ્રેસી મહિલા કોર્પોરેટર ફરીથી ટિકિટ મળતાં રડી પડ્યાં, દરિયાપુરને બદલે શાહપુરમાંથી ટિકિટ મળી

દરિયાપુરના પૂર્વ મહિલા કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિને પાર્ટીએ ફરીથી ટિકિટ આપતાં આજે બપોરે કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા આવ્યાં ત્યારે રડી પડ્યાં હતાં. કોંગ્રેસના સિનિયર નેતા સુરેન્દ્ર બક્ષી સામે તેઓ ભાવુક થઈ રડી પડ્યાં હતાં. સુરેન્દ્ર બક્ષીએ તેના માથે હાથ મૂકી અને તેમને કામ જોઈ ટિકિટ મળી છે, જે હવે આગળ કામ કરે તેમ કહ્યું હતું. કોંગ્રેસમાં કોઈ ઉમેદવાર નક્કી ન હતા અને પાર્ટીએ ફરીથી તેમના પર ભરોસો મૂકી ટિકિટ આપતાં ભાવુક બની ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે, મોનાબેન પ્રજાપતિને ટિકિટ મળી પણ વોર્ડ બદલાયો છે. તેમને દરિયાપુરની જગ્યાએ શાહપુરમાંથી ટિકિટ આપી છે.

શાહનવાઝ શેખને જમાલપુર વોર્ડ બદલીને ખાડિયાથી ટિકિટ
પૂર્વ કોર્પોરેટર શાહનવાઝ શેખને કોંગ્રેસે જમાલપુર વોર્ડ બદલીને ખાડિયામાંથી ટિકિટ આપી છે. કોંગ્રેસના ઉચ્ચ નેતાઓની સમજાવટ બાદ શાહનવાઝને ખાડિમાંથી લડવા તૈયાર કરવામાં આવ્યા છે. અસંતોષ વચ્ચે શાહનવાઝે ખાડિયામાંથી ફોર્મ ભર્યું છે.

કોંગ્રેસે ઉમેદવારો જાહેર ન કર્યા સીધા મેન્ડેટ જ આપ્યા
અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી માત્ર તેઓને ફોર્મ ભરવા કેહવામાં આવ્યું હતું. મેન્ડેટ લઈને બપોરે નેતાઓ પહોંચ્યા હતાં . ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી અને પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા નરોડા, કુબેરનગર અને સરદારનગર વોર્ડના મેન્ડેટ લઈને આવ્યા હતા જ્યારે કોંગ્રેસના વંદનાબેન પટેલ તેમના પક્ષના શાહીબાગ, અસારવા વોર્ડના મેન્ડેટ લઈને આવ્યા હતા.

દરિયાપુરના ભાજપના ઉમેદવાર વિભૂતિ પરમાર, જયરામ દેસાઈ, ભરત ભાવસાર ફોર્મ ભરવા માટે કલેકટર ઓફિસ પહોંચ્યાં. ફોર્મ ભર્યા પહેલાં જ જીત્યા હોય તેવા ઉત્સાહ સાથે ફોર્મ ભરવા આવ્યાં હતાં. બીજી તરફ દરિયાપુર કોંગ્રેસના ઉમેદવાર માધુરી કલાપી અને નિરવ બક્ષી પણ ફોર્મ ભરવા માટે કલેકટર ઓફિસ આવ્યા હતા. નિરવ બક્ષી કોંગ્રેસના સિનિયર નેતા સુરેન્દ્ર બક્ષીના પુત્ર છે.

દરિયાપુરના ભાજપના ઉમેદવાર વિભૂતિ પરમાર તેમજ કોંગ્રેસના ઉમેદવાર માધુરી કલાપીએ ફોર્મ ભર્યું.
દરિયાપુરના ભાજપના ઉમેદવાર વિભૂતિ પરમાર તેમજ કોંગ્રેસના ઉમેદવાર માધુરી કલાપીએ ફોર્મ ભર્યું.

ચૂંટણીમાં ફોર્મ ભરવાના બે દિવસ પહેલાં અમદાવાદ કલેકટર ઓફિસ બહાર ચૂંટણીને લઈ કોઈ માહોલ ન હતો. પરંતુ આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કલેકટર ઓફિસ બહાર લોકોના ટોળા જોવા મળી રહ્યા છે. ઉમેદવાર સાથે તેમના સમર્થકો કલેકટર ઓફિસ ખાતે પહોંચ્યા છે. ફોર્મ ભરવા માટે ઉમેદવાર સાથે માત્ર બે કે ત્રણ લોકોની પરવાનગી છતાં 30થી વધુ લોકો સાથે ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચી ગયા હતા. લોકોના ટોળા ભેગા થતા કલેકટર કચેરીના દરવાજા બંધ કરવાની ફરજ પડી છે. માત્ર ઉમેદવારને જ પ્રવેશ આપવામા આવતો હતો. કોંગ્રેસના ઉમેદવારો પણ ગણ્યાગાંઠ્યા સમર્થકો સાથે કલેકટર ઓફિસ પહોંચ્યા છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર મોડા જાહેર થતા આજે સવારથી કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા માટે બંને પક્ષ અને અપક્ષો સહિત અન્ય પાર્ટીના ઉમેદવાર પહોંચ્યા છે. લોકોના ટોળા બહાર જામ્યા છે. સામાન્ય વેપારીઓ કે લોકોને ત્યાં 2 લોકો ભેગા થાય તો સોશિયલ ડિસ્ટન્સના નામે પોલીસ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી દે છે જો કે આજે કલેકટર ઓફિસમાં ગાઇડલાઇન ભંગના દ્રશ્યો ઉભા થયા છે ત્યારે શું ત્યાં નિયમો લાગુ નથી પડતા? સમર્થકો સાથે ભેગા થઈને આવેલા ઉમેદવાર કે લોકો સામે કાર્યવાહી કરશે?

અમદાવાદ સુભાષબ્રિજ કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા માટે ઉમેદવારોની ભીડ જામી છે. રાજ્ય ચૂંટણીપંચની કોરોનાની ગાઈડલાઈન્સના પાલનની રાજકીય પક્ષોએ ઐસી કી તૈસી કરી નાખી છે. કલેકટર ઓફિસમાં ઉમેદવાર સાથે 10-10 લોકોનાં ટોળાં કલેકટર ઓફિસ ખાતે ઊમટી પડ્યાં છે. ચૂંટણી અધિકારીની ઓફિસની બહાર જ 50 લોકોનાં ટોળાં જામ્યાં છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર છેલ્લી ઘડીએ જાહેર થતાં તેમજ અન્ય પક્ષના ઉમેદવાર પણ આવતાં આજે છેલ્લા દિવસે ફોર્મ ભરવા પડાપડી થઈ હતી. કલેકટરની ચેમ્બરની બહાર જ લોકોનાં ટોળાં જોવા મળ્યા હતા.

અમદાવાદમાં સુભાષબ્રિજ કલેકટર ઓફિસ ખાતે સવારથી જ અપક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની લાઈન લાગી હતી. સવારે 10 વાગ્યે ઉમેદવાર તેમના ટેકેદારો સાથે કલેકટર ઓફિસે આવી પહોંચ્યા છે. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં કલેકટર ઓફિસ બહાર જોવા મળ્યા હતા. સૈજપુર બોઘા, ઠક્કરબાપાનગર ​​​અને ​​​​ઈન્ડિયા કોલોની વોર્ડના ભાજપના ઉમેદવાર તેમજ AIMMના જમાલપુર વોર્ડના બે ઉમેદવાર એઝાઝ મકતમવાલા અને યુનુસ શેખ ઉમેદવારીપત્ર ભરવા કલેકટર ઓફિસે આવ્યા હતા.

અમદાવાદમાં સુભાષબ્રિજ કલેકટર ઓફિસ ખાતે સવારથી જ ઉમેદવારોની લાઈન લાગી.
અમદાવાદમાં સુભાષબ્રિજ કલેકટર ઓફિસ ખાતે સવારથી જ ઉમેદવારોની લાઈન લાગી.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિરોધ અને અસંતોષને પગલે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત વગર જે ઉમેદવારને વોર્ડમાંથી ટિકિટ આપી છે તેમને બારોબાર મેન્ડેટ આપી જાણ કરી દેવાઈ છે. મોડી રાતે તમામ ઉમેદવારને જાણ કરી આજે ફોર્મ ભરવા જણાવ્યું છે. અમદાવાદમાં આ રીતે ટિકિટ-વહેંચણી થઈ જતાં ભારે રોષ ફેલાયો છે. NSUIના કાર્યકતાઓને ટિકિટ ન અપાતાં આજે કોંગ્રેસ ઓફિસે વિરોધપ્રદર્શન કરવા આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. મોડી રાતે NSUIના અનેક નેતાઓએ રાજીનામાં આપી દીધાં હતાં.

સૈજપુર બોધા અને ઠક્કરબાપાનગર વોર્ડના AAP-ભાજપના ઉમેદવાર ફોર્મ ભરવા કલેકટર ઓફિસ પહોંચ્યા.
સૈજપુર બોધા અને ઠક્કરબાપાનગર વોર્ડના AAP-ભાજપના ઉમેદવાર ફોર્મ ભરવા કલેકટર ઓફિસ પહોંચ્યા.

કાર્યકરોએ પોસ્ટર અને બેનરો સળગાવી વિરોધ કર્યો
મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ નેતા દિનેશ શર્માને આ વખતે ચાંદખેડા વોર્ડમાંથી ઊભા રાખવામાં આવ્યા છે. રાજશ્રી કેસરી, કેતન દેસાઈ અને પ્રજ્ઞાબેન પટેલ ઉમેદવાર સાથે આજે બપોરે તેઓ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભરવા જશે. હિંમતસિંહ પટેલના ઘરે રાત્રે 1:30 કલાકે માઇનોરિટી સમાજે હોબાળો મચાવ્યો હતો. સરસપુર-રખિયાલ વોર્ડમાં ભાજપના ઉમેદવાર ભાસ્કર ભટ્ટને સપોર્ટ આપવાનું એલાન કરાયું છે, જ્યારે ગોમતીપુરમાં પણ કોંગ્રેસનો વિરોધ નોંધાયો છે, કાર્યકરોએ પોસ્ટર અને બેનરો સળગાવી વિરોધ નોંધાવ્યો છે.

અમદાવાદમાં મોડી રાતે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત

વોર્ડઉમેદવાર
ચાંદખેડારાજશ્રી કેસરી, કેતન દેસાઇ, દિનેશ શર્મા,પ્રજ્ઞાબેન પટેલ
ઇન્દ્રપુરીપ્રવીણ પટેલ, મનીષ પટેલ, નૈના પંચાલ, બબુબેન પરમાર
બોડકદેવનિમેષ કુમાર શાહ, વિરમ દેસાઇ, ચેતના શર્મા, જાનકી પટેલ
વેજલપુરમહેશ ઠાકોર, સુનીલ જિકાર
બાપુનગરજે.ડી. પટેલ, સુરેશ તોમર, જસુમિત પરમાર, હેતલ પંચાલ
બહેરામપુરાકમળાબેન ચાવડા, કમરુદ્દીન પઠાન
ઇસનપુરજાગેશ ઠાકોર, નૈમેષ પટેલ, ગંગા મકવાણા, સવિતા પટેલ
લાભામેહુલ ભરવાડ, મનુ સોલંકી, હેતલબેન સડાત, સોનલ ઠાકોર
ઓઢવબૈરવાબેન પટેલ, જિમિષ ગોહિલ, હંસા બેન લખતરિયા, વિષ્ણુ દેસાઇ
ખાડિયાશાહ નવાઝ શેખ
શાહપુરમોના પ્રજાપતિ
બાઉન્સરોની મદદથી કાર્યકરોને કોંગ્રેસ ભવનમાં આવતા રોકવામાં આવ્યા હતા.
બાઉન્સરોની મદદથી કાર્યકરોને કોંગ્રેસ ભવનમાં આવતા રોકવામાં આવ્યા હતા.

વિરોધના ડરે કોંગ્રેસ ભવનમાં 8 બાઉન્સરો મૂકવામાં આવ્યા
અમદાવાદના ઉમેદવાર જાહેર થતાં જ શહેર કોંગ્રેસમાં વિરોધ શરૂ થાય એના ડરને પગલે ગઈકાલથી જ કોંગ્રેસના પાલડી રાજીવ ગાંધી ભવન ખાતે બાઉન્સરો મૂકવાની ફરજ પડી છે. વિરોધને પગલે બપોર બાદ બને દરવાજા પર બાઉન્સરો મૂકવામાં આવ્યા છે. રજૂઆત કરવા આવતા કાર્યકરોને અંદર આવતા રોકવામાં આવી રહ્યા છે. જ્યારે કોઈ સભા કે નેતા આવવાના હોઈ કાર્યકરોની જરૂર પડે છે ત્યારે આ જ કાર્યકરોને કોંગ્રેસ ભવનમાં આવતા રોકવામાં આવી રહ્યા છે. 8 જેટલા બાઉન્સરો મૂકવામાં આવ્યા છે.

મોડી રાતે NSUIના અનેક નેતાઓએ રાજીનામાં આપી દીધાં હતાં.
મોડી રાતે NSUIના અનેક નેતાઓએ રાજીનામાં આપી દીધાં હતાં.

મોડી રાતે પોતાના ઉમેદવારને આજે ફોર્મ ભરવા આવવા જણાવ્યું
કોંગ્રેસ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના 10 વોર્ડના 38 જેટલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ઉમેદવારોની જાહેરાત વગર જે ઉમેદવારને વોર્ડમાંથી ટિકિટ આપી છે તેમને બારોબાર મેન્ડેટ આપી જાણ કરી દેવાઈ છે. મોડી રાતે તમામ ઉમેદવારને જાણ કરી આજે ફોર્મ ભરવા જણાવ્યું છે. ઉમેદવારોની જાહેરાત થાય એ પહેલાં જ કોંગ્રેસમાં વિરોધ શરૂ થયો હતો. સ્થાનિક વ્યક્તિ અને નેતાને જ ટિકિટ આપવામા આવે એવી માગ લઈને આવે એવા વિરોધના તેમજ તોડફોડના ડરે કોંગ્રેસ દ્વારા બાઉન્સરો મૂકી દેવાતાં કોંગ્રેસના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો