તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાજ્યમાં સ્કૂલમાં પ્રવેશ માટે RTE પ્રક્રિયા શરુ કરવા NSUIના કાર્યકરોએ DEO કચેરીએ દેખાવો યોજ્યા

અમદાવાદ6 દિવસ પહેલા
NSUIના કાર્યકરો અને આગેવાનોએ DEO કચેરીની બહાર જ દેખાવો યોજ્યા હતાં
  • અનેક વિદ્યાર્થીઓ સ્કૂલ પ્રવેશથી વંચિત રહી જાય તેવી શક્યતાઓ

રાજ્યમાં ગત સાતમી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. પરંતુ હજી સુધી RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરુ થઈ નથી. RTE પ્રક્રિયા ચાલુ કરાવવાની માંગ સાથે આજે NSUIના કાર્યકરો અને આગેવાનોએ DEO કચેરીની બહાર જ દેખાવો યોજ્યા હતાં. વેકેશન પૂર્ણ થયું અને નવું સત્ર શરુ થઈ ગયું પરંતુ RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા હજી સુધી શરુ નહીં થતાં અનેક વિદ્યાર્થીઓ સ્કૂલ પ્રવેશથી વંચિત રહી જાય તેવી શક્યતાઓ છે.

હજુ સુધી RTE પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત થઈ નથી
NSUIના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરુ કરવામાં આવી નથી. જેના કારણે અનેક વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ નહિ મળી શકે માટે તાત્કાલિક RTEની પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવે નહીં તો અગામી દિવસમાં NSUI દ્વારા તાળાબંધી પણ કરવામાં આવશે. કોરોનાને લીધે સરકારી કચેરીઓ-સિટી સિવીક સેન્ટરો બંધ હોવાથી આવકના દાખલા નીકળી શકે તેમ ન હોઈ આરટીઈ પ્રવેશ કામગીરી શરૂ કરાઈ ન હતી પરંતુ હવે તો સરકારે તમામ પ્રકારની છુટો આપી છે અને સરકારી કચેરીઓ પણ 100 ટકા સ્ટાફ સાથે શરૂ કરવામા આવનાર છે તેમ છતાં હજુ સુધી RTE પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત થઈ નથી.

અગામી દિવસમાં NSUI દ્વારા તાળાબંધી પણ કરવામાં આવશે
અગામી દિવસમાં NSUI દ્વારા તાળાબંધી પણ કરવામાં આવશે

બાળકોને પ્રવેશ ક્યારે મળશે તે મોટો પ્રશ્ન
RTE પ્રવેશ માટેની જાહેરાત થયા બાદ ઓનલાઈન પ્રવેશ ફોર્મની પ્રક્રિયા ચાલશે અને ત્યારબાદ ફોર્મ સબમિશન અને ફોર્મ સ્ક્રૂટિની પ્રક્રયા બાદ પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ ધો.1ના બાળકોને RTEમાં થશે. પરંતુ હજુ સુધી પ્રક્રિયા જ શરૂ થ ન કરાતા બાળકોને પ્રવેશ ક્યારે મળશે તે મોટો પ્રશ્ન છે અને એક મહિના જેટલો વિલંબ થાય તો આ ભણવાનું બગડશે તે કઈ રીતે પુરૂ કરાશે. RTEના પ્રવેશ શરૂ ન થતા આ વર્ષે ધો.1માં આવનારા ગરીબ બાળકોના વાલીઓ ના છુટકે ખાનગી સ્કૂલોમાં ફી ખર્ચી પ્રવેશ લેવા મજબૂર બન્યા છે. જો કે શિક્ષણ વિભાગે ખાનગી સ્કૂલોને આરટીઈ હેઠળના બાળકો માટે તમામ પ્રક્રારની શિક્ષણકાર્યની સુવિધા આપવા અને શિક્ષણકાર્ય શરૂ કરવા આદેશ કર્યો છે.