તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બહેરામપુરામાં રહેતા NRI વૃદ્ધને લૂંટવા માટે કોઈ માસ્ટર માઈન્ડ ગેંગ એક્ટિવ ન હતી, પરંતુ બાજુમાં રહેતો ડ્રગ્સનો બંધાણી એવો 14 વર્ષનો ટાબરીયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે દિવસ પહેલા બનેલા ચોંકાવનારા બનાવમાં એક સગીર સહિત કુલ 4ની ધરપકડ કરી છે.આ તમામ એમ ડી ડ્રગ્સના બંધાણી હતા પરંતુ રૂપિયા ન હતા એટલે એકલા રહેતા સિનિયર સિટીઝનને લૂંટવા માટે રાતે મરચુ ,અને સેલોટપ લઈ લીધી હતી.ઘરમાં ગયા પણ કોઈ ખાસ કિંમતી વસ્તુ ન મળતા છેલ્લે ટીવીની ચોરી કરી લીધી હતી.
MD ડ્રગ્સ લેવા લૂંટના પ્લાન ઘડ્યો
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એકલા રહેતા સિનિયર સિટીઝનને રાતે 3 વાગે દરવાજો ખખડાવીને આંખમાં મરચું નાખી લૂંટી લેવાનો બનાવ બન્યો હતો. આ પ્રકરણમાં અમદાવાદમાં વેચતા એમડી ડ્રગ્સ કનેક્શન સામે આવી રહ્યું છે. ડ્રગ્સનો બંધાણી ટીનેજર હોવાનું બહાર આવ્યું છે. 14 વર્ષનો ટાબરીયો ડ્રગ્સ માટે રૂપિયા ન હતા એટલે તેણે મિત્રો સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જે પણ કોઈ ક્રાઇમ થ્રિલર ટીવી શો જોઈને આખો પ્લાન ઘડ્યો હોવાનું ક્રાઇમ બ્રાન્ચ માની રહી છે.
ટાબરીયાએ દરવાજો ખખડાવી જેફ અંકલ કહ્યું હતું
ભલભલાને હચમચાવી દે તેવી સત્ય ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક ચૌહાણ, જયેશ જાદવ, સુનિલ ચૌહાણ નામના આરોપીઓને ઝડપી લીધા છે. પણ આ બધા આરોપીઓ નથી તેની પાછળ 14 વર્ષનો ટાબરીયો નીકળ્યો છે. ક્રાઇમ બ્રાન્ચને માત્ર એટલી ખબર હતી કે, દરવાજો ખખવડાનાર જેફ અંકલ બોલતો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે આસપાસના લોકોની તપાસ કરી તો 14 વર્ષના ટાબરીયા વિશે માહિતી મળી હતી.
નશા માટે નાણાંની જરૂર પડતા ગૂનો આચર્યો
આ ટાબરીયા અને તેની સાથે ઉઠતા બેસતા લોકો વિશે પોલીસે તપાસ કરી તો બધા નશાના બંધાણી હતા અને એમડી ડ્રગ્સ લેતા હતા. પરંતુ તેમની પાસે રૂપિયા ન હતા. આખરે પોલીસે ટાબરીયા અને તેના મિત્રોની અટકાયત કરી હતી. જેની તપાસમાં જાણવા મળ્યું કે, 14 વર્ષનો ટાબરીયો અને તેનો મિત્રો નશા માટે રૂપિયા શોધતા હતા પણ કોઈ વ્યવસ્થા ન થતાં તેણે તેના પાડોશી જેફ અંકલને લૂંટવા માટે પ્લાન કર્યો હતો.
એકે આંખમાં મરચું નાંખ્યું અને બીજાએ સેલોટેપથી બાંધી દીધા
બનાવના આગલા દિવસે સાંજે બધા ભેગા થયા અને મરચાંની ભૂકી અને સેલોટેપ ખરીદી હતી. બધા ભેગા થયા અને જેફ અંકલની સુવાની રાહ જોતા હતા. જે માટે તેઓ ઘરની આસપાસ જ હતા. રાતે જેફ અંકલ સૂવા ગયા કે તરત જ ટાબરીયાએ ઈશારો કર્યો અને તેને બેલ વગાડ્યો હતો. ત્યાર બાદ આ વૃદ્ધે જેવો દરવાજો ખોલ્યો કે બધા મિત્રો ઘરમાં ઘૂસી ગયા એકે આંખમાં મરચાંની ભૂકી નાખી હતી અને બીજાએ મોંઢા પર અને હાથ પર સેલોટેપ મારી હતી.
ઘરમાં કિંમતી વસ્તુઓ ન મળતા ટીવી લઈ ગયા
થોડીવારમાં તેઓ ઘરમાં કિંમતી વસ્તુઓ શોધવા લાગ્યા પણ બહુ કિંમતી મુદ્દામાલ ન મળતા તેઓ છેલ્લે ઘરમાંથી ટીવી પણ લઈ ગયા હતા. આ સમગ્ર બાબત જાણીને હાલ પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.