તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજી લહેર અંત તરફ:હવે અમદાવાદની હોસ્પિટલોમાં કોરોનાના માત્ર 146 દર્દી રહ્યા, ખાનગી ક્વોટાના બેડ 99 ટકા ખાલી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનાની બીજી લહેરમાં એવી સ્થિતિ હતી કે 8 એપ્રિલથી 22 મે સુધી સરકારી-ખાનગી હોસ્પિટલોમાં દર્દીના સગા એક-એક બેડ માટે તરસતા હતા. જોકે હવે બીજી લહેર લગભગ પૂરી થઈ છે. શહેરની સરકારી અને ખાનગી મળી તમામ હોસ્પિટલોમાં કોરોનાના માત્ર 146 દર્દી છે. ખાનગી હોસ્પિટલોમાં તો 99 ટકા સુધી બેડ ખાલી છે.

ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના કુલ 4392 બેડમાંથી હાલ માત્ર 46 બેડ ભરેલા છે. છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ 50ની અંદર જ આવી રહ્યા છે. આને કારણે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે શહેરમાં કોરોનાના મોટાભાગના દર્દી હોમ આઇસોલેશનમાં છે. ખાનગી હોસ્પિટલોમાં આઇસીયુ બેડ પણ લગભગ ખાલી પડ્યા છે.

પરિસ્થિતિમાં સુધારો થવા સાથે હવે એક્ટિવ કેસની સંખ્યા પણ 1224એ પહોંચી ગઈ છે. એસવીપીમાં 476 બેડમાંથી માત્ર 24 ભરેલા છે જ્યારે એલજી હોસ્પિટલમાં હવે કોરોનાનો એક પણ દર્દી રહ્યો નથી.

કોવિડ હોસ્પિટલનો આંક 100ની અંદર
તબક્કાવાર રીતે કેસો ઘટતાં ખાનગી 176 કોવિડ હોસ્પિટલોએ વિશેષ કોવિડ દરજ્જો પરત કરી તમામ રોગની સારવાર શરૂ કરી છે. શહેરમાં 4392 જેટલા કોરોના માટેના ખાનગી બેડ ઉપલબ્ધ રહ્યા છે. તેમજ હવે માંડ જોડાણ ધરાવતી હોસ્પિટલનો આંક પણ 100થી નીચે પહોંચ્યો છે.

એસવીપીમાં 500માંથી માત્ર 24 બેડ ભરેલા

હોસ્પિટલકુલ બેડભરેલા બેડખાલી બેડ
ખાનગી હોસ્પિટલ4392464346
સિવિલ મેડીસીટી1500761424
એસવીપી હોસ્પિટલ50024476
એલજી હોસ્પિટલ1000100

ખાનગી હોસ્પિટલોમાં ICUમાં ફક્ત 27 દર્દી

બેડકુલ બેડભરેલાખાલીખાલી ટકાવારી
આઇસોલેશન155421552100%
એચડીયુ182817181199%
વેન્ટિલેટર સિવાય ICU698968999%
વેન્ટિલેટર સાથે ICU3121829494%

​​​​​​​સિવિલમાં મ્યુકરના 260 દર્દી દાખલ
શહેરમાં હવે સરકારી હોસ્પિટલમાં જ મ્યુકરના 300થી વધુ દર્દીઓ છે. સિવિલમાં મ્યુકરના 260 કેસ જ્યારે એલજીમાં 30 દર્દી દાખલ છે. ખાનગી હોસ્પિટલમાં પણ મ્યુકરના કેટલાક દર્દી દાખલ છે. માત્ર સિવિલ અને એલજીમાં કોરોના કરતાં વધારે દર્દીઓ માત્ર બે હોસ્પિટલમાં જ દાખલ છે.

132 દિવસ પછી કોરોનાના કેસ ઘટીને 42એ પહોંચ્યા
​​​​​​​શહેરમાં કોરોની બીજી લહેર હવે લગભગ પૂર્ણતાને આરે છે. શુક્રવારે કોરોનાના નવા 42 કેસ નોંધાયા હતા. નોંધનીય છેકે, 9 ફેબ્રુઆરી 2021ના રોજ 40 કેસ આવ્યા હતા. કોરોનાની શરૂઆતમાં 14મી એપ્રિલ 2020ના રોજ આવેલા 42 કેસ બાદ કેસનો આંકડો સતત વધતો રહ્યો હતો. જેમાં છેક 298 દિવસ બાદ 6 ઠ્ઠી ફેબ્રુઆરીએ કોરોના કેસનો આંક 40 પર આવ્યો હતો. ત્યાં સુધી કોરોનાના કેસ સતત 42ની ઉપર રહ્યા હતા. જોકે 6ઠ્ઠી ફેબ્રુઆરી બાદ શહેરમાં કોરોના કેસ સતત 40થી ઉપર રહ્યા હતા. જોકે હવે 132 દિવસ બાદ શહેરમાં કોરોનાના કેસો 42 આવ્યા છે એટલે કે 40ની નજીક પહોંચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...