તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની પેટર્ન બદલાઈ:હવે આખા પરિવારને ચેપના કિસ્સા, પાલડીના કેટલાક પરિવારમાં પણ આ સ્થિતિ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

શહેરમાં અનેક વિસ્તારમાં કોરોના સંક્રમણમાં આખો પરિવાર સપડાયો હોય,તેવા કિસ્સા નોંધાઇ રહ્યા છે. તેને કારણે પરિવારમાં એક બીજાની દેખરેખ રાખી શકે તેવી સ્થિતિ નથી રહી. ગુરુકુળની એક સોસાયટીમાં તો આવા પાંચ પરિવાર એટલે કે 20 થી 25 લોકો કોરોના સંક્રમિત છે. પાલડીમાં પણ આવા કેટલાંક પરિવારો છે, જ્યાં બધા સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

શહેરમાં કોરોના સંક્રમણ વધુ ઘાતક બની રહ્યું છે. જેમાં અનેક વિસ્તારોમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થાય તેવી ઘટનાઓ વધી રહી છે. ગુરુકુળ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં તો પાંચ એ‌વા પરિવાર છે, જેના તમામ સભ્યો કોરોના સંક્રમિત છે. કેટલાક સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે કેટલાકને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. પાલડીમાં પણ કેટલીક સોસાયટીમાં મોટી સંખ્યા પરિવારોના સભ્યો કોરોના સંક્રમિત થયા છે. સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક આવેલી કેટલીક સોસાયટીમાં તેમજ થલતેજની કેટલીક સોસાયટીઓમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે.

જૂન-જુલાઈમાં પણ આવી સ્થિતિ હતી
શહેરમાં અનેક એવા પરિવાર પણ છે, જેમણે એક પરિવારમાંથી 3 વ્યક્તિ કોરોના સંક્રમણમાં ગુમાવી હોય. ખાસ કરીને જૂનમાં જ્યારે કોરોના ચરમસીમાએ હતો ત્યારે આ સ્થિતિ વધુ જોવા મળતી હતી. જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હોય અને પરિવારના બાકીના સભ્યો સારવાર બાદ સાજા થયા હોય તેવા કિસ્સા જોવા મળ્યા હતા. અગાઉ મધ્ય ઝોનના દાણીલીમડામાં એક જ દિવસમાં એક સોસાયટીમાં 30થી વધુ કેસ નોંધાયા હતા. જેમાં મોટાભાગના સભ્ય એક જ પરિવારના હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો