- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Now The Driver Can No Longer Charge Extra Fare From The Passenger By Turning Round; Cameras Were Seen In The Rickshaw Departing From The Airport
હવેથી રિક્ષામાં પણ CCTV:હવે ડ્રાઈવર ગોળગોળ ફેરવી પેસેન્જર પાસેથી વધારે ભાડું નહીં વસૂલી શકે; એરપોર્ટથી ઊપડતી રિક્ષામાં કેમેરા લાગ્યાં
અમદાવાદ12 દિવસ પહેલાલેખક: ઓમકારસિંહ ઠાકુર
પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે રિક્ષામાં ડ્રાઈવર સામે જ સીસીટીવી કેમેરા લગાવાયા છે.
અમદાવાદ એરપોર્ટના પ્રીપેઈડ રિક્ષા બુથ પર રજિસ્ટર થયેલી 300થી વધુ રિક્ષામાં સીસીટીવી કેમેરા લગાવી મોનિટરિંગ કરાશે. હાલ પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે એરપોર્ટ મેનેજમેન્ટે 5 રિક્ષામાં સીસીટીવી ગોઠવ્યા છે. પ્રોજેક્ટ સફળ થશે તો તમામ 300 રિક્ષામાં અમલ કરાશે. એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી રિક્ષાચાલકો બાર્ગેનિંગ કરતા હતા તેમજ મનફાવે તેમ ભાડું વસૂલતા હતા. કેટલાક કિસ્સામાં રિક્ષાચાલકો પેસેન્જર કે તેમના સગાંને ફેરવી ફેરવીને લઈ જતા હતા. એરપોર્ટ મેનેજમેન્ટે પેસેન્જર છેતરાય નહીં અને લગેજ પણ સુરક્ષિત રહે તે માટે આ પ્રયોગ કરાયો છે.
રિક્ષાનું સતત મોનિટરિંગ
- ઓળખ માટે તમામ રિક્ષાચાલકને યુનિફોર્મ અને બેજ અપાયા છે.
- પ્રીપેઈડ બુથ પર બુકિંગ કરાવનારા પેસેન્જરને રિક્ષા નંબર અપાશે.
- પેસેન્જર લગેજ ભૂલી જાય કે કોઈ સંજોગોમાં વિવાદ થાય તો સીસીટીવીથી મામલો ઉકેલી શકાશે.
- રિક્ષામાં લાગેલા સીસીટીવીનું મોનિટરિંગ એરપોર્ટ તૈયાર કરાયેલા કંટ્રોલ એન્ડ કમાન્ડ રૂમમાંથી થાય છે.
- રિક્ષા કયા ફરી રહી છે તેની માહિતી કંટ્રોલ રૂમના કમાન્ડ સેન્ટરથી મળશે.
- રિક્ષાના પેપર્સ અને જરૂરી ચકાસણી પછી જ રજિસ્ટ્રેશન કરાયું છે.