ગુજરાત યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીમાં અંદાજે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેથી રોજબરોજ વિદ્યાર્થીઓને નાનાં-મોટાં કામ માટે ગુજરાત યુનિવર્સિટીના ધક્કા ખાવા પડે છે, પરંતુ હવેથી તેમને આ ધક્કાઓમાંથી મુક્તિ મળશે, કારણ કે ગુજરાત યુનિવર્સિટીની 37 સેવા ઓનલાઇન કરી દીધી છે. આમ, હવે વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટી સુધી લાંબા થવું પડશે નહીં.
આગામી શૈક્ષણિક વર્ષ 2022-23થી આ ઓનલાઈન સેવા શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પરથી જ આ તમામ સેવાઓ મળી રહેશે. આ સેવાઓ રજાના દિવસે પણ ચાલુ રહેશે.
યુનિવર્સિટીના કર્મચારી સંબંધિત સેવાઓ પણ ઓનલાઇન
આ તમામ સેવાઓ ઓનલાઈન થવાથી બહારગામથી આવતા વિદ્યાર્થીઓને પોતાના કામ માટે યુનિવર્સિટીએ આવવું પડશે નહીં. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓને પણ અનેક સેવા ઓનલાઈન મળી રહેશે, જેનો વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના લાગતાવળગતા કર્મચારીઓને પણ લાભ થશે. આ પદ્ધતિને કારણે સમય પણ બચશે અને કામ પણ ખૂબ જ ઝડપથી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.