તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:હવે સ્કૂલોએ પણ પ્રોપર્ટી ટેક્સ માફ કરવા માગ કરી; ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોના સંચાલકોએ મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત કરી

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

હોટેલ, રેસ્ટોરાં, સિનેમાગૃહોને પ્રોપર્ટી ટેક્સમાં માફી અપાતા હવે રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોએ પ્રોપર્ટી ટેક્સ માફ કરવા માગણી કરી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત પણ કરી છે.

શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ડો.ભાસ્કર પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે,‘ હોટલ, રિસોર્ટ, વોટર પાર્કને પહેલી એપ્રિલથી 2021થી 31મી માર્ચ 2022 સુધીના પ્રોપર્ટી ટેક્સની સંપૂર્ણ માફીની જાહેરાત કરી તે આવકારદાયક છે. એની સાથે રાજ્યમાં 4380 માધ્યમિક અને 2800 ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ મળીને કુલ 7180 ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓ છે. આ જ રીતે 10,000ની આસપાસ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો ઉપરાંત વિવિધ ટ્રસ્ટ અને સમાજ કલ્યાણની ગ્રાન્ટથી ચાલતા છાત્રાલયો 3500ની આસપાસ છે.

ગ્રાન્ટની નવી નીતિ મુજબ શાળાઓને વર્ગ આધારિત તથા ધો.10-12 બોર્ડના પરિણામને આધારે ગ્રાન્ટ ચૂકવવાની જોગવાઈ કરી છે. આ જોગવાઈ અન્વયે જે શાળા સચાલક મહામંડળોને શૂન્યથી સો ટકા ગ્રાન્ટ મળવાપાત્ર બને છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 40 ટકા શાળાઓ પોતાના મકાનમાં ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...