તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Now No Second Dose Before 42 Days; Chaos At Vaccination Centers In Cities Including Ahmedabad And Vadodara Due To Sudden Change In Rules

નવી ગાઇડલાઇન:હવે 42 દિવસ પહેલાં બીજો ડોઝ નહીં; નિયમમાં ઓચિંતો ફેરફાર થતાં અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં રસી કેન્દ્રો પર અરાજકતા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કો-વિન એપ 42થી ઓછા દિવસનું રજિસ્ટ્રેશન નહીં કરે
  • રાજ્યમાં બુધવારે 1.87 લાખને રસી, સૌથી વધુ 45 વર્ષથી વધુનાને

કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધા પછી હવે 42 દિવસ પછી બીજો ડોઝ મેળવવાનો રહેશે. અગાઉ પહેલા અને બીજા ડોઝ વચ્ચે 28 દિવસનો ગાળો રાખવામાં આવતો હતો. સરકારના આ નિર્ણયને પગલે કોવિન સોફ્ટવેરમાં 42થી ઓછા દિવસ હોય તેમનું બીજા ડોઝનું રજિસ્ટ્રેશન થઈ શકતું નથી. વડોદરા, અમદાવાદ સહિતના શહેરોમાં બુધવારે 28થી 42 દિવસ વચ્ચેનો ગાળો ધરાવતા અનેક લોકોને રસીકરણ કેન્દ્ર પરથી પાછા ફરવું પડ્યું હતું. વેક્સિનના ડોઝની સંખ્યાઓ ઓછી હોવાથી પણ ઘણા લોકોને રસી લીધા વિના પાછા ફરવું પડ્યું હતું.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

ગુજરાતમાં અત્યાર સુધી 1.45 કરોડને રસી મળી ગુજરાતમાં બુધવારે 1,87,724 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ રસીના 90,646 ડોઝ 45 વર્ષથી વધુ વયના નાગરિકોને આપવામાં આવ્યા હતા. જ્યારે 18થી 45 વર્ષની વયજૂથના 33,450 લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,45,67,089 લોકો કોરોનાની રસી મેળવી ચૂક્યાં છે. અત્યાર સુધીમાં 27,28,366 લોકો રસીનો બીજો ડોઝ મેળવી ચૂક્યાં છે. જ્યારે 18થી 45 વર્ષની વયજૂથના 3,86,743 લોકો રસી મેળવી ચૂક્યાં છે. ગત 1લી મેથી 18 વર્ષથી ઉપરનાને રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જો કે હજુ વિવિધ શહેરોમાં રસીના અપૂરતા ડોઝને લીધે લોકોને નિરાશ થવું પડ્યું હતું.

નિયમ બદલાતા લોકોને પાછા ફરવું પડ્યું અમદાવાદમાં 42 દિવસ પછી જ બીજા ડોઝના નિયમને પગલે ઘણા લોકોને પાછા ફરવું પડ્યું હતું. શહેરમાં રસીકરણ કેન્દ્રો પર આ મુદ્દે લોકો અને સ્ટાફ પર ચણભણ થઈ હતી. કતારમાં ઉભા રહ્યા પછી રસી નહીં મળતા લોકો નિરાશ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...