તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:અમદાવાદમાં કોરોનાનું એપી સેન્ટર હવે મણિનગર અને ઇસનપુર, કોટ વિસ્તારના કેસોથી માત્ર 250 જ ઓછા

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોટ વિસ્તારના જમાલપુર, દરિયાપુર, કાલુપુર, ખાડિયા વિસ્તારમાં વધુ કેસો નોઁધાતા હતા

રાજ્યમાં કોરોનાના હોટસ્પોટ અમદાવાદ શહેરમાં કેસો વધતા જઈ રહ્યા છે.  અત્યાર સુધીમાં સૌથી વધુ કેસો કોટ વિસ્તાર એટલે કે જમાલપુર, દરિયાપુર, કાલુપુર, ખાડિયા વિસ્તારમાંથી નોંધાતા હતાં. જો કે, હવે કોરોનાનું એપી સેન્ટર દક્ષિણ ઝોન એટલે કે ઇસનપુર, મણિનગર અને બહેરામપુરા સહિતનો વિસ્તાર બની રહ્યું છે. 17 માર્ચ બાદ આજ સુધી કોટ વિસ્તારમાં જેટલા કેસ છે. તેનાથી માત્ર 250 કેસ જ દક્ષિણ ઝોનમાં ઓછા છે. મધ્ય ઝોનમાં અત્યાર સુધીમાં 1259 જેટલા જ્યારે દક્ષિણ ઝોનમાં 1009 જેટલા કેસ નોંધાયા છે. છેલ્લા એક જ અઠવાડિયામાં દક્ષિણ ઝોનમાં આવતા ઇસનપુર અને મણિનગરમાં કેસો વધવા લાગ્યા છે.
બંને વિસ્તારોમાં રોજ 10થી વધુ કેસો નોઁધાય છે
કોરોના વાઇરસનું શરૂઆતથી એપી સેન્ટર જમાલપુર અને દરિયાપુર વિસ્તાર રહ્યો છે. જમાલપુરમાંથી રોજ 20 જેટલા કેસ સામે આવતા હતા. કોટ વિસ્તારમાં આ કેસોની સંખ્યામાં હવે ઘટાડો થઈ રહ્યો છે અને કેસોનું એપી સેન્ટર હવે મણિનગર, ઇસનપુર અને બહેરામપુરા વિસ્તારમાં નોંધાઇ રહ્યા છે. એક જ સોસાયટીમાં અને આસપાસના વિસ્તારમાં કેસોનો ફેલાવો વધી રહ્યો છે. ખાસ કરીને ઇસનપુર અને મણિનગરમાં તો હવે દરરોજના 10થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. જે ચિંતાનો વિષય બન્યો છે.  
દક્ષિણ ઝોનમાં ત્રણ દિવસના કેસોનું સરવૈયું
8 મેના રોજ દક્ષિણ ઝોનમાં આવતા વિસ્તાર મણિનગરમાં 14 કેસ, વટવામાં 10 કેસ, ઇસનપુરમાં 9 કેસ, બહેરામપુરામાં 9 કેસ, શાહઆલમમાં 4 કેસ નોંધાયા હતા. 9 મેના રોજ મણિનગર-  બહેરામપુરામાં 11, ઇસનપુરમાં 4,  નારોલમાં 3, શાહઆલમમાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે 10 મેના રોજ મણિનગર 16, ઇસનપુર 10, બહેરામપુરા 7, દાણીલીમડા 5, નારોલમાં 3, શાહઆલમમાં 2 કેસ નોંધાયા હતા.
પૂર્વથી પશ્ચિમના રસ્તા અને બ્રિજ બંધ કરાતા કેસો વધ્યા
પૂર્વમાંથી પશ્ચિમ તરફ આવવા માટેના રસ્તા અને બ્રિજ બ્લોક કરી દેવાતા કેસો મણિનગર, બહેરામપુરા, ઇસનપુર, વટવા અને ઉત્તર ઝોનમાં વધ્યા હોવાનું મનાય છે. કારણ કે કેસોને વધતા અટકાવવા માટે પશ્ચિમમાં જવા માટે બ્રિજ બ્લોક કરવામાં આવતા લોકો મણિનગર, ઇસનપુર તરફ જતા રહ્યા હતા.જેથી દક્ષિણ ઝોનમાં કેસો વધ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો