તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપર EXCLUSIVE:હવે ગીરમાં ‘MAN VS WILD’: ડિસ્કવરી ચેનલના બેઅર ગ્રીલ્સ શૂટિંગ કરવા આવી શકે, આ એપિસોડમાં બચ્ચન ‘ગેસ્ટ’!

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
 • ગીર નેશનલ પાર્કમાં શૂટિંગ માટે ગીલ્સની ટીમે ગુજરાત સરકાર પાસે પરમિશન માગી, ટૂંક સમયમાં ઔપચારિકતાઓ પૂર્ણ કરી શૂટિંગ કરાશે
 • અગાઉ બેઅર ગ્રીલ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપરસ્ટાર રજનીકાંત તથા અક્ષયકુમાર સાથે ભારતનાં જંગલોમાં એપિસોડ કરી ચૂક્યા છે

ડિસ્કવરી ચેનલના જગપ્રસિદ્ધ શો ‘MAN VS WILD’ના હોસ્ટ બેઅર ગ્રીલ્સ વધુ એકવાર ભારતનાં જંગલોમાં સેલિબ્રિટી સાથે સફારી ટ્રેક કરતા જોવા મળશે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સિનેસ્ટાર રજનીકાંત અને અક્ષયકુમાર સાથે બેયર ગ્રીલ્સ ભારતનાં જંગલોમાં એપિસોડ કરી ચૂક્યા છે, જેણે રેકોર્ડબ્રેક ટીઆરપી હાંસલ કર્યો હતો. આ વખતે ગ્રીલ્સે ડિસ્કવરી ચેનલના ‘MAN VS WILD’ પ્રોગ્રામ હેઠળની જ ‘ઇન ટુ ધ વાઈલ્ડ’ સિરીઝના વધુ એક એપિસોડનું ગુજરાતના ગીર અભયારણ્યમાં શૂટિંગ કરવા પરમિશન માટે ગુજરાત સરકારનો સંપર્ક કર્યો હોવાનું રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે.

PM મોદી સાથે અગાઉ જીમ કોર્બેટમાં ગ્રીલ્સે એપિસોડ કર્યો હતો
અગાઉ બેયર ગ્રીલ્સે ‘MAN VS WILD’ સિરીઝ માટે PM નરેન્દ્ર મોદી સાથે ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં શૂટિંગ કર્યું હતું. ઓગસ્ટ, 2019માં પ્રસારિત થયેલા આ શોને રેકોર્ડબ્રેક ટીઆરપી પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ ઈન ટુ ધ વાઈલ્ડ સિરીઝ અંતર્ગત ગ્રીલ્સે સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષયકુમાર સાથે કર્ણાટકના બાંદીપુર નેશનલ પાર્કમાં પણ શૂટિંગ કર્યું હતું. રજનીકાંત સાથે ગ્રીલ્સના એપિસોડનું 23 માર્ચ, 2020 અને અક્ષયકુમાર સાથેના એપિસોડનું 11 સપ્ટેમ્બર, 2020ના રોજ પ્રસારણ કરાયું હતું.

હવે એશિયાટિક લાયનના એકમાત્ર નેશનલ પાર્કમાં શૂટિંગ કરશે ગ્રીલ્સ
ભારતમાં ગ્રીલ્સે અત્યારસુધીના ત્રણેય એપિસોડ ટાઈગર રિઝર્વ એટલે કે વાઘ અભયારણ્યમાં શૂટ કર્યા છે. હવે બેઅર ગ્રીલ્સ ઇચ્છે છે કે ચોથો એપિસોડ પણ ભારતમાં જ શૂટ થાય અને એશિયાટિક લાયન છે એવા ગીરમાં એ શૂટ કરવામાં આવે. આ વખતના એપિસોડમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને મહેમાન બનાવવાની તેમની ઇચ્છા છે. ગ્રીલ્સની ટીમે આ માટે ગુજરાત સરકારનો સંપર્ક કર્યો છે અને પરમિશન માગી હોવાનું ગુજરાત સરકારના એક ઉચ્ચ અધિકારીએ DivyaBhaskarને જણાવ્યું હતું.

અત્યારસુધીના ત્રણેય શોને રેકોર્ડબ્રેક TRP પ્રાપ્ત થઈ
પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્યાર પછી સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને છેલ્લે અક્ષયકુમાર સાથે ડિસ્કવરી ચેનલ માટે ઇન ટુ ધ વાઇલ્ડ સિરીઝના એપિસોડ ગ્રીલ્સની ટીમ તૈયાર કરી ચૂકી છે. આ ત્રણેય એપિસોડને રેકોર્ડબ્રેક ટીઆરપી પ્રાપ્ત થયો છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ આ ત્રણેય એપિસોડ ધૂમ મચાવી ચૂક્યા છે. હવે શોના હોસ્ટની ઇચ્છા છે કે વધુ એક એપિસોડ ઇન્ડિયામાં જ શૂટ કરવો. આવામાં અમિતાભ બચ્ચન સાથે ગીરના લાયન સફારી પાર્કમાં શૂટિંગ કરવામાં આવે તો આ એપિસોડને અત્યારસુધીની હાઈએસ્ટ ટીઆરપી મળે એ ગેરન્ટીડ છે.

તમામ ઔપચારિકતા પૂર્ણ થયા બાદ માર્ચમાં શૂટિંગ થઈ શકે
ગુજરાત સરકારના એક ઉચ્ચ અધિકારીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે ગ્રીલ્સની ટીમે વિધિવત પરમિશન માગી છે અને આ અંગેની તમામ ઔપચારિકતાઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાત સરકારની પરમિશન મળી ગયા બાદ બધું સમુંસૂતરું પાર પડશે તો આગામી માર્ચમાં ગ્રીલ્સ તેની ટીમ સાથે ગીર નેશનલ પાર્કમાં શૂટિંગ માટે આવી શકે છે. ગીરમાં એપિસોડ શૂટિંગ કરવા માટેના લોકેશન હંટની કામગીરી પણ ગ્રીલ્સની ટીમે શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

દોઢ દિવસમાં પોણો કલાકના શૂટિંગને આટોપી લેવાની તૈયારી
ગ્રીલ્સ પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે કે મહાનાયક અમિતાભ બચ્ચન ગીરના એપિસોડમાં ગેસ્ટ બને. જોકે હાલમાં બિગ-બીની ઉંમર અને તેમની શારીરિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શોના શૂટિંગમાં બને તેટલી ઓછી હાડમારી પડે એ માટે ગ્રીલ્સની ટીમ હોમવર્ક કરી રહી છે. આ વાત હજી પ્રારંભિક તબક્કામાં છે, એટલે આ અંગેની પ્રક્રિયામાં હજુ પણ સમય લાગી શકે છે. એવું જાણવા મળ્યું છે કે બચ્ચનને ઓછી તકલીફ પડે એ માટે પોણો કલાકના એપિસોડનું શૂટિંગ અંદાજે દોઢ દિવસમાં આટોપી લેવામાં આવે એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો