તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવો નિયમ:હવે હોટેલ, રેસ્ટોરાં, બેન્કવેટ, મેરેજ હોલ અને પાર્ટી પ્લોટે GPCBનું લાઇસન્સ લેવું પડશે

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ‘હોટેલ ઈન્ડસ્ટ્રી હાલ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે ત્યારે આવા નિર્ણયથી માલિકો નારાજ’

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પ્રિન્સિપલ બેચે રાજ્યની હોટેલ, રેસ્ટોરાં, મોટેલ અને પાર્ટીપ્લોટને જીપીસીબીનું લાઇસન્સ લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય સામે હોટલ ઇન્ડસ્ટ્રીમાં નારાજગી જોવા મળી રહી છે.

તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પ્રિન્સિપલ બેચના હુકમ 23 જુલાઇ, 2020ના હુકમ પ્રમાણે રાજ્યની હોટલ, રેસ્ટોરાં, મોટેલ, હોલ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ વગેરેએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું લાઇસન્સ લેવું પડશે. સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા મુજબ પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણીય ધોરણો પ્રમાણે પાણી પ્રદૂષણ, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, પાર્કિગ સુવિધા અને ડીઝલ જનરેટર માટે લાઇસન્સ મેળવવાનું રહેશે. સરકારના આ નિર્ણય સામે હોટલ ઇન્ડસ્ટ્રીમાં નારાજગી વ્યાપી છે.

આ અંગે આહાર મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પુરોહિતે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિમાં હોટલ ઇન્ડસ્ટ્રીની દયનીય હાલત હોવાથી અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહ્યાં છે. ત્યારે પ્રદૂષણ બોર્ડ દ્વારા જે પરવાનગી લેવાનું ફરમાન કરાયું છે. જેનાથી ઇન્ડસ્ટ્રી નારાજ છે. છેલ્લા 10 માસથી કોરોનાકાળમાં સૌથી વધુ ભોગ હોટલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ, મોટેલ ઇન્ડસ્ટ્રીઝને બની હોઇ, ઇન્ડસ્ટ્રીઝને સમયમર્યાદા આપી ટ્રેનિંગ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવે જેથી વેપારીઓ અપડેટ થઇ જાય અને આ સંબંધી કાર્યવાહી કરવાનો સમય મળે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો