ભાસ્કર એક્સપ્લેનર:હવે વાહન-મોબાઈલ ચોરીના કેસમાં અને ઈજા ન થઈ હોય તેવા કિસ્સામાં e-FIR કરી શકાશે; પોર્ટલ /એપથી ફરિયાદ કરી શકાશે
ફાઇલ તસવીર
વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં ચોરી કરનાર અજાણ્યો હોય તો હવે લોકોએ સરકારના સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ એપ મારફતે e-FIRકરવાનો નિર્ણય ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આરોપી અજ્ઞાત હોઈ અથવા ફરિયાદીને ઈજા ન થઈ હોય તેઓ સમય મર્યાદામાં e-FIR કર્યા બાદ 48 કલાકમાં તપાસ અધિકારી સંપર્ક કરી વધુ તપાસ કરશે.
- સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર ફરિયાદ કરવી પડશે
- આ એપ પર રજીસ્ટર કરાવી ફોન કે વાહન ચોરીની વિગતો ઓનલાઈન અપલોડ કરવી પડશે.
- ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ લઈ તેની પર સહી કર્યા બાદ સહી કરેલી અરજી સ્કેન કરી અપલોડ કરવી પડશે.
- બનાવની વિગતમાં જે પોલીસ સ્ટેશનનું નામ લખ્યું હશે તે પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆઈઆર ફોરવર્ડ થશે અને જો નામ લખેલું નહીં હોય તો પોલીસ કમિશનરની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષક કચેરી સંબંધિત પોલસી સ્ટેશન ખાતે e-FIR મોકલી આપશે.
- પોલીસ સ્ટેશનના અધિકારી ઇ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી ઈ ગુજકોપ પર લોગ-ઈન કરી પોર્ટલ વર્કલીસ્ટમાં તે ઇ-ફાયર જોઈ શકશે અને કોઈ પણ સંજોગોમાં 24 કલાકની સમયમર્યાદાની અંદર પ્રથામિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતાં/કર્મચારીની મોકલવાની રહેશે.
- જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથોસાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે ઇ-મેલ/SMSથી જાણ કરવામાં આવશે.
- તપાસ અધિકારીએ આ પ્રકારની e-FIR મળતાં પ્રથમ e-FIRનો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના 48 કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઈ કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોર ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરી e-FIR અંગે પ્રાથમિક તપાસનો અહેવાલ આપવો પડશે.
- થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરી ઇ-ગુજકોપમાં દાલખ કરશે. e-FIRમાં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરશે. સિટીઝન પોર્ટલ/સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના 72 કલાકમાં નિકાલ કરવાનો રહેેશે.
- ઉપરી અધિકારી દ્વારા જાણ થયાના 24 કલાકમાં કાર્યવાહી નહીં કરાય તો નાયબ પોલીસ કમિશ્નર તથા પોલીસ કમિશ્નરને ઇ-મેલ/SMSથી જાણ થશે. આમ, ઇ-ફાયર સંદર્ભે પાંચ દિવસમાં (120 કલાકમાં)માં આખરી નિર્ણય અંગે (Final Disposal)ની કાર્યવાહી કરવામાં નહી આવે તો આવી FIRનો નંબર આપોઆપ ફાળવાશે e-FIR અંગે 5 દિવસમાં કાર્યવાહી નહી કરવા બદલ પોલીસ કમિશ્નર/નાયબ પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષક પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરી તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરશે.
પીઆઈથી કમિશનર સુધીના અધિકારીની જવાબદારી નક્કી કરાઈ
ઈન્સ્પેકટર - ચોવીસ કલાકમાં નિકાલ
- PIને e-FIRમળ્યાંના 24 કલાકમાં નિકાલ કરવો પડે
- વાહન,મોબાઈલ ચોરીની FIRના નિકાલ પર મોનિટરિંગ કરવું પડશે.
- તપાસ અધિકારીઓને તાલીમ આપવાની રહેશે.
ACP-DCP: FIRની 30 દિવસમાં તપાસ
- e-FIR નો નિકાલ સમયમર્યાદામાં કરવો
- e-FIRની ચકાસણી કરી યોગ્ય રીતે દફતરે કરવી
- e-FIRની FIR નોંધાયા બાદ 30 દિવસમાં તપાસ પૂર્ણ થાય તે જોવાનુ રહેશે.
કમિશનર - તમામ મોનિટરિંગ કરવું
- e-FIRની નિયત સમયમાં કાર્યવાહી થાય તે અંગે મોનિટરિંગ કરવાનુ રહેશે.
- e-FIRની સમયમર્યાદામાં કાર્યવાહી ન કરનારા અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહેશે.