તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યાં:પરિસ્થિતિ કાબૂ બહાર, હવે અમદાવાદમાં કોરોનાના ગંભીર દર્દીઓને કોમ્યુનિટી હોલમાં બોલાવી રેમડેસિવિર ઇન્જેક્શન અપાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબેથી આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ, નીતિન પટેલ અને કે.કૈલાસનાથન - Divya Bhaskar
ડાબેથી આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ, નીતિન પટેલ અને કે.કૈલાસનાથન
  • અમદાવાદની SVP હોસ્પિટલ સંપૂર્ણપણે કોરોના હોસ્પિટલ જાહેર
  • 25થી 30 ટકા દર્દીઓ માત્ર રેમડેસિવિર લેવા માટે હોસ્પિટલમાં દાખલ થાય છે
  • મંજુશ્રી કિડની હોસ્પિટલમાં 418 બેડની સુવિધા
  • બાળકોમાં કોરોનાના કેસ બાબતે કેન્દ્રના ડોકટરોનું માર્ગદર્શન લેવામાં આવ્યું

રાજ્યમાં કોરોનાની અતિગંભીર સ્થિતિને પગલે સરકાર પણ દોડતી થઈ છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદ સિવિલ મેડિસીટીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરાયું હતુ. આ બેઠક પછી નીતિન પટેલે કહ્યું હતું કે, રાજયમાં માત્ર રેમડેસિવિર માટે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની ધસારો 25થી 30 ટકા છે. ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને સારવારમાં હાલાકી ભોગવવી પડે નહીં તેટલા માટે રાજય સરકાર માત્ર રેમડેસિવિર લેવા માટે આવતા દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવાનું વિચારી રહીં છે. તેમણે કહ્યું હતું કે, બાળકોમાં કોરોનાના કેસ બાબતે કેન્દ્રના નિષ્ણાત ડોકટરોનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે.

70 હજાર રેમડેસિવિરનો જથ્થો ઉપલબ્ધ
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નિષ્ણાંત તબીબો સાથે ચર્ચા કર્યા પછી એવું તારણ નીકળ્યું છે કે, હજારથી વધારે દર્દીઓને રેમડેસિવિર આપ્યા પછી કોઇ આડઅસર જણાય નહોવાથી. સરકાર રેમડેસિવિર આપવા માટે ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોમ્યુનિટી હોલ સહિત અન્ય સરકારી માળખાકીય સુવિધા ધરાવતા સ્થળોએ નિષ્ણાત તબીબો અને નર્સિંગ સ્ટાફની હાજરીમાં રેમડેસિવિર આપવાની વ્યવસ્થા ઉભી કરવાનું વિચારાધીન છે. તેમણે કહ્યું હતું કે, અમદાવાદની એસવીપી સહિતની હોસ્પિટલ કોરોનાની સારવાર માટે ડેઝિગન્ટેડ કરાય છે. રાજયમાં બુધવારે 70 હજાર રેમડેસિવિરનો જથ્થો સરકારી-ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવાયો છે.

મ્યુનિ. સાથે MOU કરનાર ખાનગી કોવિડ હોસ્પિટલો માટે રેમડેસિવિર મેળવવાની વ્યવસ્થા
કોર્પોરેશન સાથે એમઓયુ કરનાર ખાનગી કોવિડ હોસ્પિટલો એસવીપી હોસ્પિટલ ખાતેથી રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો દિવસના 24 કલાક મેળવી શકે છે. આ માટે એમણે સવારના 9 થી રાતના 9 સુધીના સમય માટે હિરેન વોરા (મો.નં. 98251 75560)નો અને રાતના 9 થી સવારના 9 સુધીના સમય માટે ગણેશ રાજપૂત (મો.નં. 93275 35626)નો સંપર્ક કરવાનો રહેશે. આ ઇન્જેક્શન જે તે હોસ્પિટલના લેટરપેડ ઉપર દર્દીની વિગતો, કોવિડનો રિપોર્ટ, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સાથે જે તે હોસ્પિટલના કર્મચારી અથવા પ્રતિનિધિ રૂબરૂ આવીને એસવીપી હોસ્પિટલેથી લઈ જઈ શકશે. એમ મ્યુનિ. સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

રાજ્ય સરકારે ગંભીર દર્દીઓને કોમ્યુનિટી હોલમાં બોલાવી રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનો નિર્ણય તો લઈ લીધો છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગંભીર દર્દીઓને કોમ્યુનિટી હોલમાં કોણ અને કેવી રીતે લઈ જશે. આ સમયે દર્દી અશક્ત હાલતમાં હોવાથી તે જાતે તો કોઈપણ ભોગે જઈ શકે નહીં. જો તેના પરિવારજન લઈ જશે તો તે પણ સંક્રમણનો ભોગ બની શકે છે.

મંજુશ્રી કિડની હોસ્પિટલમાં 418 બેડની સુવિધા
કોરોનાના વધતા દર્દીઓ માટે સરકાર ચિંતિત છે. પહેલાં કેસો ઘટી ગયા હતા, પણ અચાનક જ કેસો વધ્યા છે. 3000 જેટલા દર્દીઓ વધી રહ્યા છે. મંજુશ્રી કિડની હોસ્પિટલમાં 418 બેડની સુવિધા છે અને એમાં હાલ દર્દીઓને દાખલ કરવાની શરૂઆત થઈ ગઈ છે તેમજ બે-ત્રણ દિવસમાં વધુ 208 બેડ શરૂ થઈ જશે. આમ, 600થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ થશે. યુ.એન. મહેતા હોસ્પિટલમાં 130 બેડ વધારાશે.

SVP હોસ્પિટલમાં 1000ની કેપિસિટી
જ્યારે SVP હોસ્પિટલમાં 1000ની કેપિસિટી છે, જે હવે ફક્ત કોરોના માટે જ રહેશે. હાલ SVPમાં 500 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ખાનગી મેડિકલ કોલજનાં 24 બેડ આપવામાં આવ્યાં છે તેમજ જીસીએસ કેન્સર હોસ્પિટલનાં પણ 160 બેડ મેળવી લીધાં છે, જેનો તમામ ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર કરશે. સિવિલ કેમ્પસમાં કેન્સર હોસ્પિટલમાં 100 બેડ વધારવામાં આવ્યાં છે તેમજ

મેડિસિટી કેમ્પસમાં હજુ 400 બેડ વધારવામાં આવશે. પંકજકુમારની જગ્યાએ અવંતિકા સિંઘની કોરોનાની કામગરી માટે નિમણૂક કરાઈ છે.

સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઇનો
સુરતમાં બેકાબૂ બનેલા કોરોના સંક્રમણ વચ્ચે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સંબંધીઓનો ધસારો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે લોકોને અંદાજે 3થી 4 કલાક સુધી કતારમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. શહેરમાં પરિસ્થિતિ વધુ ને વધુ વણસી રહી છે.

અમદાવાદમાં 25 જગ્યાએ તપાસ કરવા છતાં ઇન્જેક્શન ન મળ્યું
બોપલ વિસ્તારમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેમાંથી ત્રણને હોમ ક્વોરન્ટીન અને સિનિયર સિટિઝન સભ્યને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતાં ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે દર્દીના સગાને બોલાવી બહારથી રેમડેસિવિર ઈન્જેક્શન મેનેજ કરવા જણાવ્યું હતું. 25થી વધુ જગ્યાએ તપાસ કરવા છતાં દર્દીના સગાને રેમડેસિવિર ઈન્જેક્શન મળ્યાં નહોતાં, ત્યાં સુધી કે દર્દીના સગા ઝાયડસ હોસ્પિટલ અને જીસીએસ હોસ્પિટલમાં ગયા તો 24 કલાક પછી ફોન કરીને આવવા જણાવાયું હતું.

એક ઇન્જેક્શનની કિંમત 5 હજાર સુધી વસૂલાય છે
આવા એક નહીં, પણ સંખ્યાબંધ દર્દીનાં સગાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે શહેરમાં રઝળપાટ કરી રહ્યા છે. રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાતાં જેમની પાસે ઈન્જેક્શનનો સ્ટોક છે તેમણે દર્દીના સગા પાસે પાંચ હજાર રૂપિયા સુધી વસૂલવાની શરૂઆત કરી છે. ઇન્જેક્શનના આવા કાળાં બજાર સામે સરકાર લાચાર હોવાનું જણાઈ રહ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે ડૉ. પીના સોનીએ સોલા સિવિલમાં દાખલ દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો