AAP બાદ રેવડી બજારમાં કોંગ્રેસની એન્ટ્રી:હવે ગુજરાતની જનતાને ‘જલસા જ જલસા’, ખેડૂતો, યુવાઓ અને મહિલાઓને હવે ઘરે બેઠા કમાણી

અમદાવાદ21 દિવસ પહેલા

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વિવિધ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ આ વખતની ચૂંટણી ગત તમામ ચૂંટણી કરતા થોડી અલગ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને ત્યાર બાદ કરેલા વિવિધ વાયદાઓને કારણે હવે ગુજરાત ફ્રીની રેવડીનું બજાર બની ગયું છે. અરવિંદ કેજરીવાલ બાદ હવે રાહુલ ગાંધીએ પણ ચૂંટણીલક્ષી વાયદાઓની વણઝાર લગાવી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે જનતાને ફ્રીમાં વીજળીથી લઈ શિક્ષણ અને યુવાઓને રોજગાર આપવાની જાહેરાતો કરી છે. આ અહેવાલમાં દિવ્યભાસ્કર આપ અને કોંગ્રેસની મફતની ગેરંટી અને વાયદાઓ અંગે ભાજપ કહે છે કે 'રેવડી કલ્ચર' સ્થપાઈ ગયું છે. ત્યારે જાણીએ કે અત્યાર સુધીમાં મફતની જાહેરાતો અને ભાજપે દ્વારા પણ ચાલતી મફતની યોજવાઓ અંગે જાણીએ.

તો બીજી તરફ ગુજરાતની ભાજપ સરકાર પણ હવે ફટાફટ નિર્ણયો કરવા લાગી છે. જેમાં સૌથી પહેલા પોલીસ માટે 550 કરોડનું પેકેજ જાહેર કરી દીધું છે.

ભાજપ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ લગભગ દર મહિને એકાદ બે વખત ગુજરાત આવે છે અથવા વર્ચ્યુલી જોડાઈને ગુજરાતના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરવા લાગ્યા છે. ત્યારે આ બધા વચ્ચે રેવડીનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. કજેરીવાલ ફ્રી વીજળીની વાત કરે છે તે કોંગ્રેસ પણ ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ અને 10 કલાક ફ્રી વીજળીની કરે છે. ત્યારે હવે ભાજપ મૂંઝવણમાં મૂકાયો છે કે આપણે શું ફ્રી કરવું.

અન્ય સમાચારો પણ છે...