પરિપત્ર:હવે સિવિલના ગુટલીબાજ તબીબો પર નજર રખાશે, કોઈ રજા પર હોય તો રિલિવર મૂકવા પડશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 9થી 5ની હાજરી પર દેખરેખ રાખવા પરિપત્ર

સિવિલ હોસ્પિટલમાં બપોર પછી ડોક્ટરો હાજર ન રહેતાં હોવાની ફરિયાદો ઊઠી હતી, જેને પગલે હોસ્પિટલના કાયમી અને કોન્ટ્રાક્ટર પરના ડોક્ટરો- કર્મચારીઓ સવારે 9થી સાંજે 5 સુધી ફરજ પર હાજર રહે તેની પર નજર રાખવા વિભાગીય વડાને પરિપત્ર કરાયો છે.સિવિલમાં ફરજ બજાવતા ડોક્ટરોએ સવારે 9થી સાંજે 5 સુધી હાજર રહેવાનું હોય છે, પરંતુ હોસ્પિટલમાં સવારથી બપોર સુધી ચાલતી ઓપીડીમાં સિનિયર ડોક્ટરો હાજર રહે છે.

જ્યારે બપોર પછી સિનિયર ડોક્ટરો હાજર રહેતા નથી અને કોન્ટ્રાક્ટર પરના ડોક્ટરો પણ અઠવાડિયામાં બે વાર આવે છે, પણ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલતી હોવાથી ઓપીડીમાં માત્ર 3 કલાક આવી જતાં રહે છે તેવી વારંવાર ફરિયાદો ઊઠી હતી, જેથી હોસ્પિટલ મેનેજમેન્ટે પરિપત્ર કર્યો છે કે, હોસ્પિટલ કાયમી અને કોન્ટ્રાક્ટ પરના તમામ ડોક્ટરો સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી હાજર રહે તેના પર નજર રાખવા વિવિધ વિભાગના વડાને સૂચના આપવામાં આવી છે.સુપરિન્ટેન્ડન્ટે પરિપત્રમાં જણાવ્યું છે કે, જો કોઈ કર્મચારી કે અધિકારી રજા પર હોય તો તેના સ્થાને અન્ય કર્મચારી-અધિકારીને મુકાયા છે કે નહિ તેની જવાબદારી જે તે વિભાગના વડાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...