અનેક વિસ્તારમાં પાણીમાં:હવે AMCએ કહ્યું, 26 મિનિટમાં સવા ઈંચ વરસાદ પડ્યો એટલે પાણી ભરાયાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૂરધારા સર્કલ - ઉપરથી વરસાદી વાદળાં વરસ્યાં, નીચે ગટરના ઢાંકણાં ખૂલ્યાં - Divya Bhaskar
સૂરધારા સર્કલ - ઉપરથી વરસાદી વાદળાં વરસ્યાં, નીચે ગટરના ઢાંકણાં ખૂલ્યાં

ગુરુવારે શહેરમાં માંડ સવા ઈંચ વરસાદ પડ્યો હોવા છતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. અત્યાર સુધી મ્યુનિ. એવું કહેતી હતી કે એક કલાકમાં બે ઈંચ કે તેથી વધુ વરસાદ પડે એટલે પાણી ભરાય. ગુરુવારના સવા ઈંચ વરસાદમાં પણ પાણી ભરાતા હવે મ્યુનિ.એ એવું કહ્યું કે, 26 મિનિટમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો એટલે પાણી ભરાયું.

નારણપુરા
નારણપુરા
ચાંદખેડા
ચાંદખેડા
અખબારનગર
અખબારનગર
ઘાટલોડિયા
ઘાટલોડિયા

સવારે ઉસ્માનપુરા, ચાંદખેડા અને ચાંદલોડિયામાં બે ઈંચથી પણ વધુ વરસાદ નોંધાયો હતો. મધ્ય ઝોનમાં એક સ્થળે ભૂવો પડ્યો હતો. જ્યારે કંટ્રોલ રૂમને 7થી વધુ સ્થળે પાણી ભરાયાની ફરિયાદ મળી હતી. બિનસત્તાવાર રીતે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અખબારનગર અંડરપાસ થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી. પાણીના નિકાલ માટે વાસણા બેરેજના બે દરવાજા ખોલાયા હતા.

અન્ય સમાચારો પણ છે...