તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદમાં કુખ્યાત સુલતાન ખાન ગેંગના સભ્ય બકુ ખાનનો 'કિલ્લો' ધ્વસ્ત, 7 દુકાનો અને ઘર પર બુલડોઝર ફરી વળ્યા

અમદાવાદ10 દિવસ પહેલા
બકુ ખાનની પ્રોપર્ટી તોડી પડાઈ
  • કુખ્યાત બકુ ખાન પર ધાક ધમકી અને ડરાવીને કરોડો રૂપિયાની મિલકતો પડાવી લેવાનો આરોપ છે.
  • AMC અને પોલીસ દ્વારા બકુ ખાનની પ્રોપર્ટી તોડી પાડવામાં આવી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે કુખ્યાત સુલ્તાન ગેંગના ખજાનચી તરીકે ઓળખ ધરાવતા અને ગુજસીટોકના ગુનામાં ભાગેડુ જાહેર કરાયેલા આરોપી સામે પોલીસ વિભાગે લાલ આંખ કરી હતી. જેમાં કુખ્યાત બકુ ખાનની પ્રોપર્ટીનું ડિમોલિશન કરવાની કાર્યવાહી કરાઈ હતી. પોલીસ સાથે મળીને AMCની ટીમે બકુ ખાનની 7 દુકાનો તથા ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું.

કુખ્યાત બકુ ખાનના પ્રોપર્ટી પર બુલડોઝર ફરી વળ્યા
અમદાવાદ પોલીસ તથા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જુહાપુરાનાં ફતેહવાડી વિસ્તારમાં આવેલા કુખ્યાત બકુ ખાન ઉર્ફે બક સૈયદની 7 દુકાનો તેમજ ઘર તોડી પાડ્યા હતા. કુખ્યાત બકુ ખાન પર લોકોને ધાક ધમકી તથા ડરાવીને કરોડો રૂપિયાની મિલકત પડાવી લીધાનો આરોપ છે. જેથી તેની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

બકુ ખાન કુખ્યાત સુલ્તાન ગેંગના ખજાનચી તરીકે ઓળખાય છે.
બકુ ખાન કુખ્યાત સુલ્તાન ગેંગના ખજાનચી તરીકે ઓળખાય છે.

B.U પરમીશન વિનાના એકમો સામે AMCની કાર્યવાહી
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી બી.યુ પરમીશન વિનાના બાંધકામો વિરુદ્ધ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 31મી મેથી 4 જૂન સુધીમાં કોમર્શીયલ વપરાશકર્તાઓની 1052 દુકાનો/ઓફિસ/ક્લાસીસ, હોટલના 507 રૂમો, રેસ્ટોરાંના 66 યુનિટો, 30 સ્કૂલના 447 રૂમ અને 1 ઈન્ડસ્ટ્રીયલ એકમ થઈને કુલ 2076 યુનિટ સીલ કરવામાં આવેલા છે. આગામી દિવસોમાં પણ આ સીલિંગની કાર્યવાહીની ઝૂંબેશ ચાલુ રહેશે.