ક્રાઈમ બ્રાન્ચને સફળતા:અમદાવાદમાં ઓળખ બદલીને રહેતા કુખ્યાત ગેંગસ્ટર અને શાર્પશૂટર મનીષ સિંહની ધરપકડ, ખોટા દસ્તાવેજ પર લોનથી વાહન લીધું અને પકડાયો

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમબ્રાન્ચની ટીમ સાથે ગેંગસ્ટરની તસવીર - Divya Bhaskar
ક્રાઈમબ્રાન્ચની ટીમ સાથે ગેંગસ્ટરની તસવીર
  • ગેંગસ્ટરે બોટાદમાં ડબલ મર્ડર અને 35 લાખની ખંડણી વસૂલી હોવાનું કબૂલ્યું
  • મનીષે પોતાના શાર્પશૂટરો માટે હથિયારોનો પણ બંદોબસ્ત કરી રાખ્યો હતો
  • ક્રાઇમબ્રાન્ચે એક પિસ્તોલ, બે મેગેઝીન, એક રિવોલ્વર તથા 190 કારતૂસ કબજે કર્યા

યુપીના કુખ્યાત ગેંગસ્ટર અને શાર્પશૂટરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. કુખ્યાત આરોપી મનીષે પોતાના શાર્પશૂટર માટે કેટલાક હથિયારો પણ સંતાડી રાખ્યા હતા. જે ક્રાઈમ બ્રાન્ચે કબજે કરી તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે અમદાવાદમાં મનીષ બનાવટી નામે રહીને ખંડણી પેટે મળેલા રૂપિયાથી શરાફતની જિંદગી જીવવા માંગતો હતો, પરંતુ પોલીસે અનેક મહિનાઓ સુધી મહેનત કરી આરોપી મનીષને મુંબઈથી પકડી પાડેલો.

બોટાદમાં ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો
ગેંગસ્ટર મનીષ સિંહ પર અનેક હત્યા અને ખંડણીનો આરોપ લાગેલો છે અને યુપીના ગેંગસ્ટરનો સાગરીત પણ રહી ચૂકેલો મનીષ અનેક રાજ્યોના અનેક શહેરોમાં શાર્પશૂટર પૂરા પાડી હત્યા કે ખંડણી માગવાની ગેંગ ચલાવવામાં માંગતો હતો. પરંતુ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની મહેનતથી મનીષ સિંહ મુંબઈથી પકડાયો અને સંખ્યાબંધ ગુનાઓના ભેદ ઉકેલાયા. આરોપી મનીષની પૂછપરછ દરમિયાન કેટલાક ખુલાસા પણ સામે આવ્યા છે. જેમાં મનિષે બોટાદમાં ડબલ મર્ડરને અંજામ આપ્યો તે અંગે પણ ખુલાસો થયો છે. જ્યારે શાર્પશૂટરો પણ મોકલી 35 લાખ રૂપિયા વસુલ્યા હોવાનું પણ સામે આવ્યું છે અને આજ ખંડણીના રૂપિયા અમદાવાદમાં વ્યાજે ફેરવવા લાગ્યો હતો.

ઓળખ બદલીને ગેંગસ્ટર રહેતો હતો
ઓળખ બદલીને ગેંગસ્ટર રહેતો હતો

સાબરમતીમાં ખંડેરમાં હથિયારો સંતાડી રાખ્યા હતા
પોલીસે મનીષની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, પોતાના શાર્પશૂટરો માટે સાબરમતી ડી-કેબિન પાસે ખંડેર મકાનોમાં હથિયારો પણ સંતાડી રાખેલા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચે 2 હથિયાર, 2 મેગેઝીન અને 190 થી વધુ કારતૂસ પણ રિકવર કર્યા છે. એટલું જ નહીં મનિષ સિંહની પૂછપરછ દરમિયાન એ પણ ખુલાસો થયો છે કે, અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી તે બનાવટી દસ્તાવેજી પુરાવા બનાવી રહેતો હતો.

લોનથી લીધેલા વાહનના કારણે પકડાયો
​​​​​​​
મહત્વનું છે કે આરોપી મનીષ સિંહ અમદાવાદમાં શાંતિપૂર્ણ રીતે જિંદગી જીવવા માંગતો હતો, પરંતુ લોનથી લીધેલા વાહનને પગલે તેની ઓળખ છતી થઇ અને ખોટા ઉભા કરેલા દસ્તાવેજી પુરાવાઓ પણ પોલીસના હાથે લાગ્યા. જેને પગલે હવે ક્રાઈમ બ્રાન્ચે બનાવટી નામ શિવલાલ શર્માના તમામ દસ્તાવેજી પુરાવા પણ કબજે કર્યા છે. ત્યારે આ પુરાવાઓ ક્યાંથી બનાવ્યા હતા અને તેમાં કોને કોને મદદ કરી હતી? તે અંગે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.