અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે લૂંટ, હત્યાનો પ્રયાસ, પ્રોહીબીશન જેવા ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ બુટલેગરને પકડવામાં સફળતા મળી છે. પોલીસની પૂછપરછમાં આરોપી વિરુદ્ધ 17થી વધુ પાસા અટકાયતો અને 50થી વધુ વખત પ્રોહીબીશનના ગુનામાં ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું હતું.
વોન્ટેડ બુટલેગર ઝડપાયો
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આઈ.એસ રબારી તથા તેમની
ટીમ શહેરમાં પેટ્રોલિંગ પર હતી. આ દરમિયાન તેમને નાસતા ફરતા કુખ્યાત બુટલેગર રાજુ ઉર્ફે રાજુ ગેંડી નોબેલનગરમાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. આ બાદ આરોપીની પૂછપરછ કરતા તેણે છેલ્લા 20 વર્ષથી મળતીયા માણસો રાખી પોલીસની નજર ચૂકવી વિદેશી દારૂનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. તથા તેને 9 જેટલા માણસો સરદારનગર પોલીસ સ્ટેશન, એરપોર્ટ પોલીસ સ્ટેશન તથા નિકોલ પોલીસ સ્ટેશનમાં પકડાઈ ગયા હોવાનું જણાવ્યું હતું.
12 જેટલા ગુનાઓમાં ફરાર હતો
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા વોન્ટેડ બુટલેગરનું નામ હત્યાના પ્રયાસ, ધાકધમકી આપવી તથા લૂંટના ગુનામાં પણ પોલીસમાં નોંધાયેલું છે. રાજુ ગેંડી વિરુદ્ધ અમદાવાદ શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 12 જેટલા ગુનાઓમાં નાસતો ફરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસ વોન્ટેડ બુટલેગરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.