લઠ્ઠાકાંડ માટે જવાબદાર અમદાવાદ જિલ્લા ડીએસપી વિરેન્દ્રસિંહ યાદવ અને બોટાદ જિલ્લા ડીએસપી ડો.કરણરાજ વાઘેલાની સરકારે ગુરુવારે બદલી કરી હતી, જ્યારે 2 ડીવાયએસપી, 2 પીઆઈ અને 2 પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અમદાવાદના તમામ ડીસીપીએ તેમના તાબા હેઠળના પીઆઈઓને દેશી દારૂના અડ્ડા બંધ કરાવી દેવા સૂચના આપી હતી. બુટેલગરોના લિસ્ટ લઈને તેમની ગતિવિધી ચેક કરવા પણ કડક સૂચના આપી હતી.
આ લઠ્ઠાકાંડ માટે બુટલેગરો જેટલા જ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ જવાબદાર હોવાનો સૂર ચારેય બાજુથી ઉઠયો હતો. જેની ગંભીરતાથી નોંધ લઈને રાજ્યના ગૃહ વિભાગે કાર્યવાહી કરી છે. બહારની કોઈ એજન્સી જો રેડ પાડીને દેશી દારૂ પકડે તો તેના કારણે સ્થાનિક પીઆઈથી માંડીને ઉપરી અધિકારીઓને બદનામી વેઠવાનો આવે છે. જ્યારે હાલની પરિસ્થિતિમાં જો દારૂ પકડાય તો તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. જેથી બદનામી અને સજાના ડરથી પોલીસ એકશનમાં આવી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.