તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બીયુ નહીં ધરાવતી ખાનગી હોસ્પિટલોને નોટિસ અપાશે, અગાઉ સુપ્રીમે હોસ્પિટલોની અરજી ફગાવી હતી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મ્યુનિ.એ યાદી તૈયાર કરી, અઠવાડિયામાં કાર્યવાહી

બિલ્ડિંગ યુઝ પરમિશન (બીયુ) મુદ્દે કોર્પોરેશને શહેરની કેટલીક ખાનગી હોસ્પિટલને નોટિસ ફટકારી હતી જેની સામે હોસ્પિટલોએ સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તાજેતરમાં સુપ્રીમે ખાનગી હોસ્પિટલોની અરજી ફગાવી દેતા મ્યુનિ. આ ખાનગી હોસ્પિટલોને ફરી નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરશે. જે હોસ્પિટલોએ બીયુ મંજૂરી મેળવી લીધી છે તે સિવાયની તમામ હોસ્પિટલોને નોટિસ અપાશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જી.એચ.સોલંકીએ કહ્યું કે, થોડા સમય અગાઉ મ્યુનિ.એ શહેરની કેટલીક હોસ્પિટલો કે જેમની પાસે બીયુની મંજૂરી નહોતી તેમજ ચેન્જ ઓફ યુઝ શરૂ કર્યું હતું. તેવી હોસ્પિટલો સામે એક્શન લેવા એક પછી એક નોટિસ ફટકારી હતી. મ્યુનિ.ની નોટિસ વિરૂદ્ધ આ હોસ્પિટલોએ સુપ્રીમમાં ગઈ હતી. જોકે સુપ્રીમે હોસ્પિટલોની અરજી ફગાવી દીધી છે. અઠવાડિયામાં હોસ્પિટલોના નામોને ફરી સ્કૂટિનાઈઝ કરી પુન: નોટિસ અપાશે. જે હોસ્પિટલે બીયુની મંજૂરી મેળવી લીધી છે તે સિવાયની હોસ્પિટલોને નોટિસ અપાશે.

નિયમોનું પાલન ન કરનારને પણ નોટિસ
બીયુ મંજૂરી સિવાય ખાનગી હોસ્પિટલો સરકારના નિયમોનું ઉલંઘન કરતી હોવાનું ધ્યાને આવશે તેમને પણ નોટિસ ફટકારી શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુધીના પગલા લેવામાં આવશે. અધિકારીઓએ હાલ શહેરની કેટલીક હોસ્પિટલોની યાદી તૈયાર કરી રાખી છે. તેમને પણ એક અઠવાડિયામાં નોટિસ અપાશે.

અન્ય સમાચારો પણ છે...