તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર એક્શનમાં:ફાયર NOC વગરના 346 એકમોને નોટિસ ફટકારાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં ફાયર NOC વગરનાં 1178 બિલ્ડિંગને નોટિસ

શહેરમાં ફાયર એનઓસી નહી ધરાવતાં વધુ 346 બિલ્ડિંગને મ્યુનિ.એ નોટીસો પાઠવી છે. શહેરમાં ફાયર એક્ટ હેઠળ શહેરની વિવિધ બિલ્ડિંગ માટે ફાયર એનઓસી મેલવી લેવી આવશ્યક છે. જોકે તેમ છતાં ચોક્કસ બિલ્ડિંગ દ્વારા હજુ પણ તેમના ફાયર એનઓસી રીન્યુ નહીં કરાવ્યા હોવાનું જાણવા મળે છે.

છેલ્લા કેટલાક દિવસથી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં 1178 જેટલાં બિલ્ડિંગને ફાયર એનઓસી આપી દેવામાં આવી છે. જે બિલ્ડિંગ પૈકી 346 જેટલી બિલ્ડિંગને આજે નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે. તેમને તત્કાલ ફાયર એનઓસી મેળવી લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તેમજ જો આ બિલ્ડિંગ ફાયર એનઓસી નહી મેળવે તો તેમની સામે કાયદાકીય જોગવાઇ હેઠળ સીલિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટ સમજ આપવામાં આવી છે.

શહેરમાં અનેક બિલ્ડિંગો ફાયર એનઓસી રીન્યુ નહી કરાવતાં હોવાની તેમજ ફાયર એનઓસી નહી ધરાવતાં હોવા મામલે હાઇકોર્ટમાં થયેલી રિટમાં થયેલા આદેશ બાદ મ્યુનિ. તંત્ર દ્વારા આક્રમક ઝુંબેશ હાથ ધરી છે.

પ્રકારનોટિસનોટિસ
સ્કુલ157731
હોસ્પિટલ87192
હાઇરાઇઝડ102255
કુલ3461178
અન્ય સમાચારો પણ છે...