તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરહિતની અરજી:મ્યુકરમાઇકોસિસના દર્દીની સારવાર અંગે થયેલી અરજીમાં સરકારને નોટિસ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મ્યુકર માઇકોસિસના કેસની સંખ્યા અને તેનાથી થતા મૃત્યુઆંક મામલે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને પાઠવેલી નોટિસમાં રજૂઆત કરી છે કે, મ્યુકર માઇકોસિસના કેસની સાચી સંખ્યા અને તેનાથી થતા મૃત્યુની સંખ્યા જાહેર થવી જોઇએ.

મ્યુકર માઇકોસિસના ઇન્જેકશન દરેક તાલુકામાં સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા નથી જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્જેકશનની અછત છે. ગુજરાતમાં મ્યુકર માઇકોસિસના કેસ વધુ છે અને તેની સારવાર પણ મોંઘી છે, તેથી સારવાર મફત મળે તે માટે સરકારે પગલાં લેવા જોઇએ. સરકારી વેબસાઇટ પર મ્યુકર માઇકોસિસના કેસનો ડેટા અપડેટ થવો જોઇએ. વધુ સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરાશે.

સિવિલમાં મ્યુકરના 7 નવા દર્દી નોંધાયા
શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાની સાથે મ્યુકર માઈકોસિસના કેસમાં પણ ઘટાડો થયો છે, જેને પગલે સિવિલ હોસ્પિટલમાં પહેલાં મ્યુકર માઈકોસિસના દરરોજ નોંધાતા 25 કેસને બદલે હાલમાં હવે રોજના માત્ર 7 નવા દર્દી નોંધાય છે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને 1200 બેડ હોસ્પિટલમાં મળીને 392 દર્દી સારવાર હેઠળ છે.

સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદી જણાવે છે કે, મોટેભાગે કોરોના થયા બાદ દર્દીમાં મ્યુકર માઈકોસિસના લક્ષણો જોવા મળે છે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને 1200 બેડ હોસ્પિટલમાં મળીને મ્યુકર માઈકોસિસના કુલ 392 જેટલાં દર્દી સારવાર હેઠળ છે. જયારે 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાના 279 દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...